GUJARAT
શિનોરના કુકશ ખાતે,જીલ્લા પંચાયત સાધલી બેઠક,ભાજપ કાર્યકરોનુ સંમેલન યોજાયુ
શિનોર તાલુકાના કુકશ નાયાજી ધામ ખાતે,આજરોજ ભરૂચ લોકસભા બેઠક ભાજપ ના ઉમેદવાર મનસુખભાઇ વસાવા ની અધ્યક્ષતામા, શિનોર તાલુકાની,સાધલી બેઠક હેઠળના ભાજપ કાર્યકર્તાઓ નુ સંમેલન યોજાય હતુ.... કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, વડોદરા જીલ્લા ભાજપ પ્રમુખ સતિષપટેલ,તાલુકા ભાજપના આગેવાનો અને સાધલી જીલ્લા પંચાયત બેઠક હેઠળ ના ભાજપ કાર્યકરો ની ઉપસ્થિતિ વચ્ચે, આવી પહોચેલા ,ભરૂચ લોકસભા બેઠક ના ભાજપ ઉમેદવાર મનસુખભાઇ વસાવાએ ,સૌ પ્રથમ નાયાજી મહારાજ ના દર્શન કરી આશીર્વાદ લઈ સંમેલન મા ઉપસ્થિત થતા,કાર્યક્રમ ની શરૂઆત થઈ હતી... સંમેલનમાં પ્રાસંગિક ઉદબોધન દરમિયાન, કરજણ ધારાસભ્ય અક્ષયપટેલ અને જીલ્લા ભાજપ પ્રમુખ સતિષપટેલે ,લોકસભા બેઠક ના ઉમેદવાર મનસુખભાઇ વસાવાને જંગી બહુમતી થઈ જીત અપાવવા કામે લાગી જવા હાકલ કરી હતી..ત્યારે મનસુખભાઇ એ કાર્યકરો ને લાભાર્થીઓ સુધી પહોચી,દરેક બુથ પર જીત મળે તેવા પ્રયાસ કરવા શીખ આપી હતી.... સંમેલન દરમિયાન તાલુકા ની સ્થાનિક નેતાગીરી ની આપખુદ શાહી નો ભોગ બનતા,તાલુકા પંચાયત ની ચૂટણી મા,અપક્ષ ચૂટણી લડી,જંગી બહુમતી સાથે જીતેલા ધર્મેશ પટેલ સહિત કોગ્રેસ છોડી આવેલા કાર્યકરો ને મનસુખભાઇ વસાવાએ ખેસ પહેરાવી ભાજપ મા પ્રવેશ આપી આવકાર્યા હતા.... ફૈઝ ખત્રી ...શિનોર


[wptube id="1252022"]





