
વિજાપુર વ્યાજબીભાવ દુકાન એફપીએસ એસોસિએશન દ્વારા પડતર માંગણીઓ ના મુદ્દે મામલતદાર ને આવેદનપત્ર સુપ્રદ કર્યું
અચોક્કસ મુદ્દત ની હડતાળની અપાઈ ચીમકી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના વ્યાજબીભાવ ની દુકાનો ધરાવતા એફપીએસ એસોસિએશન દ્વારા તેવોની વર્ષો ની પડી રહેલી માંગણીઓ નો સરકાર દ્વારા કોઈ ઉકેલ નહીં લાવવા માં આવતા દુકાનદારોએ મામલતદાર હર્ષ પટેલને આવેદનપત્ર સુપ્રદ કરી રજૂઆત કરવામાં આવી હતી તેમજ આગામી મહીનાનો અનાજ નો જથ્થો પણ નહી સ્વીકાર માં આવે તેમજ અચોક્કસ સુધી હડતાળ ઉપર જવા ની ચીમકી દુકાનદારો દ્વારા આપવામાં આવી છે આ અંગે ની માહિતી મુજબ ગુજરાત ના રેશન ડીલરો ની પડતર માંગણી ઓ નો છેલ્લા ઘણા સમયથી કોઈ ઉકેલ આવ્યો નથી અગાઉ સરકાર સાથે ની બેઠકમાં પડતર પ્રશ્નો ના મુદ્દે ચોક્કસ નીતિ વિષયક સર્વ સંમતિ સધાઈ ગયા બાદ પુરવઠા વિભાગ પાસેથી દરખાસ્ત નો કમિટમેન્ટ કરવામાં આવેલું પરંતુ હજુ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી જેને લઇને રાજ્ય અને જીલ્લા ના રેશન ડીલરો એક સાથે હડતાળ ના સમર્થનમાં તાલુકાન એસોસિએશન જોડાઈ ને સપ્ટેમ્બર 2023 ના માસ નો અનાજ નો જથ્થો દુકાને ઉતારાશે નહીં અને દુકાન દારો દુકાનો બંધ રાખીને હડતાળ માં જોડાશે આ અંગે દુકાન દારોએ જણાવ્યું હતું કે ભવિષ્ય માટે ઓછામાં ઓછું 20 હજાર કમિશન અને એક કિલો ઘટ મજરે મળે તેવી માંગણી સાથે સપ્ટેમ્બર માસમાં કોઈ દુકાનદારે જથ્થો ઉતારવાનો નથી જ્યાં સુધી પડતર માંગણીઓ નો ઉકેલ નહીં આવે ત્યાં સુધી જિલ્લા અને રાજ્ય એસોસિએશન ને તાલુકા નો સંપૂર્ણ ટેકો રહેશે તેમજ અચોક્કસ સુધી દુકાનો બંધ રાખી હડતાળ પાડવા માં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી





