પાલનપુર ખાતે દિવ્યાંગ નેત્રહીનો માટે જીલ્લા કક્ષાનો સ્પે. ખેલ મહાકુંભ – ૨૦૨૪ યોજાયો
25 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
રમત ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ ગાંધીનગર – સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર અને બનાસકાંઠા જીલ્લા વહીવટી તંત્રના માધ્યમથી એન.એ.બી ગુજરાત રાષ્ટ્રીય અંધજન મંડળ બનાસકાંઠા, પાલનપુર દ્વારા આયોજિત દિવ્યાંગ નેત્રહીનો માટે જીલ્લા કક્ષાનો સ્પે. ખેલ મહાકુંભ – ૨૦૨૪ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પાલનપુર ખાતે તા. ૨૪/૨/૨૦૨૪ અને ૨૫/૨/૨૦૨૪ દરમિયાન યોજાયો જેમાં એથલેટીક્સમાં ૧૦૦ મી. દોડ, લાંબી કૂદ, ગોળાફેક. ચક્રફેંક, બરછી ફેંક અને ચેસ સ્પર્ધા તથા ક્રિકેટ જેવી રમતો માટે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ બધી રમતો જુનિયર ભાઈઓ અને બહેનો તથા સીનીયર ભાઈઓ અને બહેનો એમ ચાર વિભાગમાં યોજવામાં આવેલ હતી. જેમાં લગભગ ૪૦૦ થી વધારે નેત્રહીન દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી મનીષભાઈ જોશી જીલ્લા સમાજસુરક્ષા અધિકારી, શ્રી સુરેશભાઈ પરમાર અને શ્રી જી.કે. ભાટી જીલ્લા રમત ગમત અધિકારીશ્રીના પ્રતિનિધિ, શ્રી મનોજભાઈ ઠક્કર એન.એ.બી પાલનપુર તથા શ્રી જયેશભાઈ પટેલ હાસમાર્કેટિંગ પાલનપુર હાજર રહ્યા હતા સમગ્ર સ્પર્ધાનું આયોજન વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલતી દિવ્યાંગ વિદ્યાર્થીની સંસ્થા મમતામંદિરના આસ. ડાયરેક્ટર અને એન.એ.બી પાલનપુરના જનરલ સેક્રેટરીશ્રી ડૉ. અતીનભાઈ જોશીના નેતૃત્વ નીચે શ્રી ફારૂકભાઈ સંધી અને સમગ્ર સ્ટાફે સફળતા પૂર્વક કરેલ હતું નેત્રહીન દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તેના આયોજનમાં જીલ્લા રમત ગમત અધિકારીશ્રીના પ્રતિનિધિ તરીકે શ્રી રાજા મોગલ, શ્રી મેહુલભાઈ વ્યાસ અને શ્રી મહેશભાઈ પટેલે પણ સહભાગી બન્યા હતા. આ સ્પર્ધામાં સમગ્ર બનાસકાંઠા જીલ્લાના નેત્રહીનોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ હતો. સમગ્ર સ્પર્ધાની વિશિષ્ટતાએ છે કે ૧૦૦ મી. દોડમાં નેત્રહીન સ્પર્ધકને આંખે બ્લાઈંડફોલ્ડ પહેરાવવામાં આવે છે અને સાથે નાના દોરડા પકડીને નોર્મલ વિદ્યાર્થી દોડે છે સામે દિશાની જાણકારી માટે ડ્રમ વગાડવામાં આવે છે. ચેસ સ્પર્ધામાં ચેસના કુકરા ઉપર સ્પેસ્યલ ઉપસાવેલા હોય છે અને ક્રિકેટમાં દડો અવાજ કરે તેવો હોય છે અને સ્ટમ્પ લોખંડના બનાવેલા હોય છે, જેથી દડો સ્ટમ્પને અડે કે તરતજ અવાજ આવે.





