BANASKANTHAGUJARATPALANPUR

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – રતનપુર ખાતે ટીબીના દર્દીઓને પોષણ સહાય કીટનું વિતરણ કરવામાં આવેલ 

5 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્રારા ટીબી મુક્ત ભારત કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રતનપુર ખાતે ટીબીના દર્દીને પોષણ કીટનું વીતરણ કરવામાં આવ્યુ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જયેશ પટેલ અને જિલ્લા ટીબી અધિકારીશ્રી ડૉ. નયન મકવાણા અને જિલ્લા ટીબી મેડિકલ ઓફિસરશ્રી ડૉ. મુકેશ ત્રિવેદી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. દિપક પી અનાવાડિયા ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રતનપુર ના મેડિકલ ઓફિસરશ્રી ડૉ. નવીન ચૌહાણ દ્રારા ટીબી મુક્ત ભારત અને ટીબી મુક્ત પંચાયત કાર્યક્રમ અંતર્ગત ટીબી ના દર્દીને પોષણ કીટ આપવામાં આવી હતી..માનનીય પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાનમાં લોક ભાગીદારી દ્રારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રતનપુર ના વિસ્તારના ગામના દાતાશ્રી હરેશભાઈ ચૌધરી સરપંચ શ્રી (જગાણા), હરિભાઈ એમ વાગડા સરપંચશ્રી (લાલાવાડા), ચમનસિંહ જે પરમાર સરપંચશ્રી (ફતેપુર) , સદામ હુસૈન નાણસોલા (બાદરગઢ), ચૌહાણ દેવચંદભાઈ ( રતનપુર), ચૌધરી હરિભાઈ એસ (રતનપુર), પ્રેમજીભાઈ ઘોયા (સેદ્રાસણ) શામળભાઈ ડી લોહ (વગદા ), લક્ષ્મણભાઈ જી લોહ (વગદા) દ્રારા 18 થી વધુ ટીબી ના દર્દીને પોષણ યુકત આહારની કીટ આપવામાં આવી હતી. અને દાતાશ્રીઓ દ્રારા જન સેવા એજ પ્રભુસેવા એજ સાર્થક કરી બતાવ્યું.માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ટીબી મુક્ત ભારત અભિયાન કાર્યક્રમને સફળ બનાવવા આ પોષણ કીટ મ વીતરણ કાર્યક્રમનું આયોજન લેબોરેટરી ટેક્નિશયન દિનેશભાઈ ગોહિલ, સુપરવાઈઝર કેતનભાઈ સાણોદરિયા અને તમામ આરોગ્ય કર્મચારીઓ દ્રારા કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button