DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધ્રાંગધ્રા પાલીકા દ્વારા સંસ્કારધામ ગુરૂકુળને ગેરકાયદેસર બાંધકામ અંગે ત્રીજી નોટીસ ફટકારી

તા.12/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરૂકુળ ગેરકાયદે બાંધકામ અને ઉચાપતનો પોલીસ કેસ થયેલો ટ્રસ્ટી ફરાર થયા બાદ પાલીકાએ સતત ત્રીજી નોટીસ આપતા વિવાદમાં સપડાયુ છે તંત્રની કોઇ પણ જાતની મંજૂરી વગર બે માળનું બાંધકામ ખડકી દીધુ અને એ પણ હોસ્પિટલ માટે આ મામલે નોટીસ આપી છ માસ પહેલા કામ બંધ પણ કરાવી દેવાયુ છે કલેકટરમાં શરત ભંગનો કેસ ચાલુ છે એવામાં પાલિકાએ સંસ્કારધામને ફાયર સેફ્ટીની નોટીસ ફટકારી હતી અને હાલ ગુરૂકુળ પટાંગણમાં કરાયેલા બાંધકામના પુરાવા રજૂ કરવા માટે ધ્રાંગધ્રા પાલીકા દ્વારા ત્રીજી નોટીસ પાઠવાઇ છે જ્ઞાનશકિત સ્કૂલ ગાંધીનગરની મંજૂરીની ફાઈલમાં રજૂ કરાયેલા નકશામાં ટીડીઓના સહી સીકકા કરાયેલા છે જ્યારે તાલુકા પંચાયત ધ્રાંગધ્રામાં છઝઈં કરતા તેઓ પાસે સંસ્કારધામને બાંધકામની મંજૂરી આપ્યા કે બાંધકામના નકશા મંજૂર કર્યાનું કોઇ રેકર્ડ જ નથી બીજી તરફ પાસ કરાયેલા બાંધકામના નકશામાં માત્ર બિનખેતીની શરતનું પાલન કરવાની શરતે બાંધકામની મંજૂરી આપ્યાનો જ પ્લાનમાં ઉલ્લેખ છે કયા ઠરાવથી કઇ તારીખના ઠરાવથી બાંધકામની મંજૂરી આપી એવો કોઇ ઉલ્લેખ જ ન હોવાથી શંકા ઉપજાવે છે ત્યારે ધ્રાંગધ્રા પાલિકાએ નોટીસ પાઠવી બાંધકામના પુરાવા માંગતા ખરાઇ કર્યા બાદ નવા જૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે ધ્રાંગધ્રાના ચીફ ઓફીસર મંટીલ પટેલે જણાવેલ કે ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરૂકુળને બાંધકામના પુરાવા રજૂ કરવા નોટીસ પાઠવાઇ છે જે પુરાવા રજૂ થાય એ તાલુકા પંચાયતમાં ખરાઇ કરાવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરાશે.

[wptube id="1252022"]
Back to top button