
ધોરાજી વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત ભુતવડ ગામે કોલેજમાં યુવા મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Rajkot,Dhoraji: લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ૧૦- રાજકોટ સંસદીય મતવિસ્તારનાં નાગરિકોને મતદાન માટે પ્રેરવાના હેતુથી સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપક્રમે ૭૫-ધોરાજી વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી જયેશભાઈ લીખીયાના દિશાનિર્દેશ અનુસાર ભુતવડ ગામે સરસ્વતી મહાવિદ્યાલય ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો,
જેમાં બી.એસ.સી., નર્સિંગ તેમજ બી.એડ.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાયા હતા. લોકશાહીને ધબકતી રાખવા મતદાનની આવશ્યકતા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી હતી. આપણા દેશની ગૌરવપ્રદ લોકશાહીમાં ભાગ લઈને તેને મજબુત બનાવવા માટે ૧૮ વર્ષની વયે મતદાર યાદીમાં નામ અચૂક નોંધાવવા તેમજ દરેક ચૂંટણીમાં મતદાનની પવિત્ર ફરજ અદા કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.