અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અધિકારીઓની આરસ કે પછી એજન્સીની લ્યો બોલો અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગમાં CHC કેન્દ્ર ખાતે ફરજ બજાવતા વર્ગ 4 ના કર્મચારીઓ ત્રણ મહિનાથી પગારથી વંચિત
આરોગ્ય વિભાગમાં કોરોના ના સમય દરમિયાન કર્મચારીઓ એ પોતાના જીવની પરવાહ કર્યા વગર કામગીરી કરી છે અને હાલ પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ PHC અને CHC કેન્દ્ર ખાતે ફરજ બજાવી રહ્યા છે જેમાં ખાસ કરીને વર્ગ 4 માં ગણાતા વોર્ડ બોય અને સ્લીપર જે CHC ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ હાલ કોન્ટ્રાકટ બેજ પર ફરજ બજાવી રહ્યા છે જેમાં જે કે એજન્સી રાજકોટ દ્વારા હાલ આ કર્મચારીઓ ને કોન્ટ્રાકટ બેજ પર નોકરી રાખવામાં આવ્યા છે જેમાં કર્મચારીઓ નો પગાર 12,300/- રૂપિયા છે વર્ગ ચાર ના કર્મચારીના જણાવ્યા અનુસાર દિવાળીના તહેવાર પછી અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા વર્ગ ચારના કર્મચારીઓ CHC ના કર્મચારીઓ છેલ્લા ત્રણ મહિનાથી પગાર થી વંચિત છે જેના કારણે કર્મચારીઓ એ પોતાની વેદના મીડિયા સમક્ષ રજુ કરી હતી અને જણાવ્યું હતું કે વર્ગ ચાર માં વોર્ડ બોય તેમજ સ્લીપર પોસ્ટ પર ફરજ બજાવીએ છીએ પણ આ મોંઘવારી માં છેલ્લા ત્રણ મહિના થી પગાર ન થતો હોવાથી ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે વધુમાં પોતાની આપવીતી કહેતા જણાવ્યું હતું કે મીડિયા સમક્ષ આવીશું તો અમને નોકરીમાં થી છુટા કરી દેશે ત્યારે હવે આ બધી પરિસ્થિતિઓ જોતા લાગી રહ્યું છે કે શું આ દેશમાં લોકશાહી બચી નથી કે શું…? શું નોકરી કરનાર માણસો બોલી પણ ના શકે…? વધુમાં આ બાબતે જે તે એજન્સી ને ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે જે રીતે ટેન્ડરિંગ પ્રક્રિયા છે તેમાં હજુ એકાઉન્ટ ખોલ્યા નથી જે જેતે વિભાગે ખાતા ખોલીને આપવાના થતા હોય છે આ બાબતે ઘણી વાર મેલ મારફતે પણ જાણ કરવામાં આવી છે પરંતુ ખાતા ખોલેલા નથી જેના કારણે હાલ પગાર થતો નથી તેમ જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે જેતે ડિપાર્ટમેન્ટ માં ખાતા માટે જેતે અધિકારીઓના ડોક્યુમેંટ વગેરે આપવાના થતા હોય છે જે હજુ સુધી પ્રોસેસ થઈ નથી તેમ જણાવ્યું હતું માટે કહી શકાય કે શું આ બાબતે અધિકારીઓ માત્ર પોતાના પગાર માટે જ નોકરી કરે છે કે શું…?









