DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધાંગધ્રાના સોલડી ટોલનાકા પાસેના ખરાબામાંથી જુગાર રમતા જુગારીઓને ઝડપી લીધા.

રોકડ રૂ.25,400 તથા મોબાઇલ ફોન નંગ 3 કિ.રૂ.3000 એમ કુલ મળીને રૂ.28,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.13/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રોકડ રૂ.25,400 તથા મોબાઇલ ફોન નંગ 3 કિ.રૂ.3000 એમ કુલ મળીને રૂ.28,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ નજીક આવેલા ટોલ ટેક્ષ પાસે સરકારી પડતર જમીન પર કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે જિલ્લા એલસીબી સ્ટાફ દ્વારા દરોડો કરી જુગાર રમતા કુલ પાચ શખ્સોને મોબાઇલ તથા રોકડ સહિત 28,400 ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ નજીક ટોલટેક્ષ પાસે સરકારી ખરાબાની જમીન પર જુગાર રમતા હોવાની બાતમી મળતા સુરેન્દ્રનગર જીલ્લા એલસીબીને મળતા ઈનચાર્જ પીઆઇ બી એલ રાયજાદા સહિતનો, પો.હે.કો.પી એન ઝાલા, દશરથભાઈ ધાંધર સહીત સમગ્ર ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ જઈ દરોડો કર્યો હતો આ રેઈડ દરમિયાન મનોજ રસિકભાઈ અઘારા રહે ધ્રાંગધ્રા, બચુ દજુભાઈ વરાણી રહે પાટડી, સોહિલ મહેબુબભાઇ ખોખર રહે વિરમગામ, આરીફ સુબેદારભાઈ બેલીમ રહે નંદાસણ, મહાદેવ કાળુભાઇ ખટાણા રહે પાટડી વાળાને ઝડપી લઇ રોકડ 25,400 રૂપિયા તથા ત્રણ મોબાઇલ કિં.રૂ. 3000 રૂપિયા એમ કુલ મળી 28,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તમામ ઈસમો વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button