
૩૦-ઓગષ્ટ.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ
માંડવી કચ્છ :- રક્ષાબંધન નાં પવિત્ર પર્વ પ્રસંગે ગામ ભોજાય નાં ધનવંતીબેન રમેશભાઈ પાસડ એ મોકલાવેલ રાખડી શ્રી વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર ખાતે રહેતા દિવ્યાંગ અંત્યવાશીઓને કુસુમબેન નાં હસ્તે રાખડી બાંધવામાં આવેલ તેમજ કોડાય પોલીસ સ્ટેશન થી હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ પરમાર, કોન્સ્ટેબલ ભાવેશભાઈ રબારી,પિયુષભાઈ ચાવડા,હિતેશભાઈ ગૌસ્વામી વગેરે સ્ટાફ સંસ્થા ખાતે પધારેલ અને કોન્સ્ટેબલ અનીતાબેન રબારી અને રેખાબેન ચૌધરી નાં હસ્તે સંસ્થા માં રહેતાં દિવ્યાંગ અંત્યવાશીઓને રાખડી બાંધવામાં આવેલ તેમજ મીઠુ મોઢુ કરાવી નાસ્તો આપવામાં આવેલ.દિવ્યાંગો એ હર્ષભેર રાખડી બંધાવીને આનંદ અનુભવેલ.આમ ખૂબ સુંદર રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવેલ.સંસ્થા નાં સમસ્ત ટ્રસ્ટીગણ વતી સંસ્થાના વ્યવસ્થાપક ખુશાલ ગાલા એ કોડાય પોલીસ સ્ટેશન નાં સમસ્ત સ્ટાફ નુ આભાર વ્યક્ત કરેલ.