ધ્રાંગધ્રા મોચીવાડ વિસ્તારમાં એક શખ્સ ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કરાતા પાંચ શખ્સોં સામે પોલીસ ફરિયાદ

તા.08/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા મોચીવાડ વિસ્તારમાં રફીક હુસેન મોવર, શાહરુખ મોવર અને વિષ્ણુ એમ ત્રણેય મિત્રો બેઠા હતા તેં દરમિયાન કોઈ અજાણ્યા શખ્સનું ત્યાંથી નીકળવાનું થયું હતું અને તેં અજાણ્યા શખ્સની કાચની બોટલ પડીને તૂટી ગઈ હતી પણ આ બોટલ ફૂટવાની ગંભીર અસર મોચીવાડ વિસ્તારના અન્ય શખશો ઉપર થઇ હતી અને તેમ્નાં દ્રારા એક સંપ કરી રફીક મોવરને ગંભીર ઈજાઓ પહોંચાડ્યાની રફીકભાઇ દ્રારા સીટી પોલીસમાં પાચ શખ્સોં સામે ફરિયાદ નોંધવાવવામાં આવી છે પ્રાપ્ત વિગત મુજબ બોટલ ફૂટતાં જ અજુ જુમા માણેક, યાકુબ માણેક,મહેબૂબ માણેક તેમજ મુસ્તાક રાજા અને અબ્દુલ ઉર્ફે લધીયાં માણેક દ્રારા એક સંપ કરી રફીક મોવર ઉપર હુમલો કરી મુસ્તાક રાજા દ્રારા પગના થાપાનાં ભાગે છરી મારવામાં આવી હતી તેમજ અઝુ માણેક દ્રારા માથાના ભાગે પાઇપ મારવામાં આવી હતી ત્યાર બાદ અન્ય યાકુબ, મહેબૂબ અને અબ્દુલ દ્રારા શરીર ઉપર મન ફાવે ત્યાં મૂઢ માર મારવામાં આવ્યો હતો ત્યારે ઈજાગ્રસ્તને ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થ ખસેડવામાં આવ્યો હતો જેમાં વધુ સારવાર માટે ધાંગધ્રાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેમાં હાલ ધ્રાંગધ્રા પોલીસ ફરિયાદ નોંધી તપાસ કરી રહી છે અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.





