આણંદ જિલ્લાના પાંચ ગામો ખાતે રેકર્ડ સુધારાની કામગીરી માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે
ખડોલ (ઉ), જીલોડ, લાલપુરા, ભાટ તલાવડી અને ફતેપુરા ગામો ખાતે રેકર્ડ સુધારા કરાશે
આણંદ જિલ્લાના પાંચ ગામો ખાતે રેકર્ડ સુધારાની કામગીરી માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે
ખડોલ (ઉ), જીલોડ, લાલપુરા, ભાટ તલાવડી અને ફતેપુરા ગામો ખાતે રેકર્ડ સુધારા કરાશે
તાહિર મેમણ – આણંદ : 19/02/2024 – જિલ્લામાં ખેતીની જમીનમાં રી સર્વે પ્રમોલગેશન બાદના વાંધા અરજીના નિકાલની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જે કામગીરીમાં એકસૂત્રતા રહે અને કામગીરી ગુણવત્તાસભર તથા ઝડપથી થાય તે માટે આણંદ જિલ્લામાં પહેલા તબક્કામાં પાંચ ગામોની પસંદગી કરી રેકોર્ડ સુધારણાની કામગીરી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવનાર છે.
આ કામગીરી અન્વયે તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧-૦૦ કલાક થી સાંજના ૫-૦૦ કલાક સુધી આંકલાવ તાલુકામાં ખડોલ (ઉ) અને જીલોડ ગામ ખાતે અને તારાપુર તાલુકાના ફતેપુરા ગામ ખાતે, તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ આંકલાવ તાલુકાના લાલપુરા ગામે અને તા. ૨૩ ફેબ્રુઆરી ના રોજ ખંભાત તાલુકાના ભાટ તલાવડી ગામ ખાતે રેકર્ડ સુધારાની કામગીરી હાથ ધરાશે.
આણંદ જિલ્લાના આ પાંચ ગામો ખાતે ખેડૂત ખાતેદારો અને ગામ આગેવાનોની હાજરીમાં માપણી કામગીરી કેમ્પ કરવામાં આવશે, જેમાં માપણી કામગીરી સમયે આ ગામના રહીશોએ જરૂરી સહકાર આપવા જિલ્લા નિરીક્ષક જમીન દફતર, આણંદ દ્વારા જણાવાયું છે.








