તા.૨૬/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાશે કલકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને ૨૭ ઓક્ટોબરના રોજ સાંજે ૦૫:૩૦ કલાકે રાજકોટ જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની બેઠક કલેકટર કચેરી, રાજકોટ ખાતે યોજાશે.
આ બેઠકમાં આર.ટી.ઓ., ટ્રાફિક પોલીસ, એન.એચ.આઈ., રૂડા, આર.એન્ડ.બી., મહાનગર પાલિકા, સહિતના વિવિધ વિભાગ અધિકારીઓને કામગીરીના અહેવાલ સાથે ઉપસ્થિત રહેવા જિલ્લા રોડ સેફટી કાઉન્સિલ તથા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રોડ સેફટી કાઉન્સિલ દ્વારા જિલ્લામાં અકસ્માત સંભવિત ઝોન પર વિવિધ સાઈનેજ, રંબલ સ્ટ્રીપ, સ્પીડ બ્રેકર કામગીરી, જનજાગૃતિના કાર્યક્રમો, રોડ રીપેરીંગ, બ્રિજ નિર્માણ માટે આદર્શ માર્ગદર્શિકા સહિતના નિયમનો અંગે કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે.
[wptube id="1252022"]








