
6 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણમા બીજી ઓકટોબર ના રોજ ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના તમામ બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો. અમારી શાળાના શિક્ષકશ્રી આર.એસ.પાલરે એ ગાંધીજીએ કરેલા કાર્યો , તેમને સ્વાતંત્ર્યની લડાઈમાં તેમનો અમૂલ્ય ફાળો રહ્યો હતો તે વિશેવિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ પણ ગાંધીજી વિશે વક્તવ્ય આપ્યું હતું. શાળામાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના શ્રમદાનના અભિયાન અંતર્ગત શાળામાં શાળાની બહાર અને વર્ગખંડોની સાફસફાઈ કરવામાં આવી હતી. તમામ બાળકો અને તમામ શિક્ષક મિત્રો આ ઉજવણીમાં સહભાગી બન્યા હતા.
[wptube id="1252022"]





