લાખણી ના દેતાલ ડુવા ગામે ઉતરાયણ પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ ગૌ દાન અને પતંગોત્સવ કાર્યક્રમ યોજાયો
નારણ ગોહિલ લાખણી 
લાખણી તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શ્રી ઓગડ ભૈરવ વિદ્યામંદિર,દેતાલ ડુવા તા-લાખણી,જિ-બનાસકાંઠા દ્વારા શાળાનાં ધોરણ ૦૯ થી ૧૨ નાં વિદ્યાર્થીઓમાં ધાર્મિક પ્રવૃત્તિ થાય અને ઉત્તરાયણ પર્વનું ગૌ દાનનું મહત્વ શું હોય છે તેનાં વિશે વિદ્યાર્થીઓ તથા શાળાનાં ટ્રસ્ટીશ્રી ઠાકોર ધનાજી ભુરાજી તથા શાળાનાં આચાર્ય શ્રી ઉત્તમભાઈ સુથાર તથા શાળાનાં સ્ટાફ ઠાકોર મોડજીભાઈ તથા મૌલિકકુમાર બારોટ તથા ઠાકોર હરેશભાઈ તથા ઠાકોર ભરતભાઇ દ્વારા વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી.તેની સામે વિદ્યાર્થી ભાઈ બહેનોએ ગાય માતાને ભેટ સોગાદનાં રૂપમાં દાનની સરવાણી વહાવી શાળાનાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ હિન્દુ ધર્મ પ્રમાણે દાનવીરોની ભાવના સાથે કુલ મળીને રૂપિયા ૧૮૧૦૦/-(અંકે રૂપિયા અઢાર હજાર એક સો પુરાં) નું દાન કર્યું.
દેતાલ ડુવા ગામમાં આવેલ શિવ શક્તિ ગૌ શાળાનાં ટ્રસ્ટીશ્રીઓ ઠાકોર મેવાજી, ઠાકોર આંબાજી, ઠાકોર પ્રધાનજી, ઠાકોર ગેનાજીને શાળામાં બોલાવીને એમનાં હાથમાં દાનની રોકડ રકમ આપવામાં આવી હતી. ત્યારે આ તમામ ટ્રસ્ટીશ્રીઓએ ગૌ માતા વતી અઢળક શુભકામનાઓ અને આશીર્વાદ આપ્યા હતાં.સાથે સાથે વિદ્યાર્થીઓને કહ્યું કે આવી પરોપકારની ભાવના રાખશો તો તમારી મનોકામના ગૌ માતા પૂર્ણ કરશે.
આમ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓનાં જીવનમાં હિન્દુ ધર્મની ધાર્મિક ભાવનાઓ ટકાવી રાખવાની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી.
આ ઉપરાંત શાળાનાં આચાર્ય શ્રી દ્વારા બલૂન હવામાં છોડી અને પતંગોત્સવનાં કાર્યકમ ખુલ્લો મુકવામાં આવ્યો.શિક્ષક શ્રી મૌલિકકુમાર બારોટ દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓને પતંગોની ભેટ આપીને પતંગોત્સવનાં કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઇઓની સરખામણીમાં વિદ્યાર્થી બહેનો પણ મન મૂકીને પતંગો ચગાવી શકે તેવાં હેતુથી બહેનોને ઉત્સાહિત કરવામાં આવી ઉ.ત્યાર બાદ શાળાનાં મેદાનમાં વિદ્યાર્થી ભાઈ બહેનોની બે ટીમો બનાવીને ઉત્તરાયણનાં પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બન્ને ટીમોમાં સો-સો કરતાં વધારે પતંગો ચગાવીને એક બીજી ટીમનાં પતંગો કાપી અને ખૂબ ખુશી સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી.પતંગોત્સવ વખતે ગામનાં નાનાં નાનાં ભૂલકાંઓ એ પતંગો લુંટવાનો આનંદ માણ્યો.અને મોટી જનમેદની દ્વારા આ કાર્યક્રમને નિહાળવામાં આવ્યો.છેલ્લો ભાઈ બહેનોની બંને ટીમનાં વિદ્યાર્થીઓએ પોતાનાં પતંગો ઊંચે હવામાં ઉડાવીને તરતાં મૂકી દેવામાં આવ્યાં. ત્યારે આખાં આકાશમાં ધોળા દિવસે તારાઓની રમઝટ જામી હતી. આમાં શાળાનાં વિદ્યાર્થીઓએ એક સાથે બે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.









