ARAVALLIGUJARATMEGHRAJ

હલકી ગુણવત્તા નું કામ છતાં થઇ ગયું બિલ પાસ..!4 લાખનું ગરનાળુ માત્ર 50 થેલી સિમેન્ટમાં પૂર્ણ…? વિજિલન્સ તપાસ થાય તે જરૂરી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

હલકી ગુણવત્તા નું કામ છતાં થઇ ગયું બિલ પાસ..!4 લાખનું ગરનાળુ માત્ર 50 થેલી સિમેન્ટમાં પૂર્ણ…? વિજિલન્સ તપાસ થાય તે જરૂરી

મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભ્રષ્ટાચારનું ગળનારું બનાવી દેવામાં આવ્યું છે અને આતો માત્ર હજુ એક જ સામે આવ્યું છે પરંતુ સવાલ એ છે કે હલકી ગુણવંત્તા નું કામ થાય છે છતાં બિલ પાસ..? આ બાબતે મેઘરજ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા અધિકારી પણ જાણે શાંત બેઠા હોય એવી રીતે કામોની તપાસ થતી ન હોય તેવું હાલ લાગી રહ્યું છે મેઘરજ તાલુકામાં ગળનારા ને લઇ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છતાં આ બાબતે જાણે કે અધિકારને રસ ના હોય તેવી રીતે કોઈજ તપાસ હાથ ધરવામાં આવી નથી તેવી માહિતી પ્રાપ્ત થઇ છે આ બાબતે મેઘરજ તાલુકા વિકાસ અધિકારી ને પૂછપરસ માટે ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે હું આ બાબતે ઇન્ટરવ્યૂ આપી શકુ તેમ નથી અને તપાસ નો વિષય છે અમે તપાસ કરી ને તમને જણાવીશું તે રીતે મીડિયા સમક્ષ બોલવાનું તેમજ માહિતી આપવાનું ટાળ્યું હતું ત્યારે આ ઘટના ના અહેવાલ પ્રસિદ્ધ થયેલ 15 દિવસ થી વધુ સમય થયો ત્યારે તપાસ ને બાબતે હાલ તાલુકા અધિકારી ખો આપી રહ્યા હોય તેવું લાગ્યું છે.

વધુમાં ગરનાળા બાબતે SO સાથે રૂબરૂ મુલાકાત કરતા SO એ મૌખિક રીતે જણાવ્યું હતું કે હા આ કામનું બિલ પાસ થઇ ગયું છે અને જે પ્રકારે હલકી ગુણવત્તા નું કામ થયું હોવાનું સામે આવ્યું છે છતાં જાણે કે કોઈ સ્થળ પર જઈ ને તપાસ કરવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે SO એ વધુમાં જણાવ્યું હતું કે આ ગરનાળા પર ઉપરના ભાગમાં માત્ર ચાર ઇંચ જ RCC કરવામાં આવે છે અને કહ્યું હતું કે ગરનાળા પર લોડિંગ વારા સાધનો પસાર થાય છે પરંતુ વાત હવે એ છે કે ચાર લાખના કામમાં જો હલકી ગુણવતા નું કામ થયું હોય તો જ આ ગરનાળુ તિરાડો વાળુ અને ઉપરના ભાગમાંથી બેસી ગયેલું જોઈ શકાય છે પરંતુ મેઘરજ તાલુકામાં આવા હલકી ગુણવતા વાળા કામો થાય અને બિલ પણ પાસ થઇ જાય છે તો હવે બીજા કામોની તો વાત જ ના થાય ને

ગરનાળા બાબતે એક ખેડૂતે જણાવ્યું હતું કે આ ગરનાળુ માત્ર 50 થેલીમાં બનાવી દેવામાં આવ્યું છે અને આ કામમાં મસ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે ગરનાળા માં જે રીતે જોઈએ એ પ્રમાણે રેતી કે કપચી સિમેન્ટ વાપરવામાં આવ્યો નથી

આમતો અરવલ્લી જિલ્લામાં વિકાસના કામો ઘણા ફાળવવામાં આવ્યા છે કામો પણ થાય છે અને કામોના બીલો પણ પાસ થઇ જાય છે પરંતુ સવાલ ત્યાં ઉભો થાય છે કે જે તે કામોની ચકાસણી વગર બીલો પાસ થઇ જાય છે જેની સામે હલકી ગુણવતા ના કામો હોય તો પણ અધિકારીઓ અને એસો ની મિલી ભગત ને કારણે ઘણી વાર બોગસ કામોના બીલો પાસ થઇ જતા અનેક સવાલો ઉભા થાય છે

વાત છે મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં યોજના વિવેકાધીન પંદર ટકા 2023/2024 નું થયેલ કામ જ્યાં ચાર લાખની બજેટ થી એક ગરનાળુ બનાવવામાં આવ્યું છે પરંતુ આ ગરનાળુ જોતો તો એવું લાગે છે કે કામમાં હલકી ગુણવતા નું મટેરીયલ વાપરવામાં આવ્યું છે ગરનાળા ની ઉપરની બાજુમાં ખાડાઓ તેમજ તિરાડો પડેલી જોવા મળી છે હાલ આ કામ જોતો તો એવું લાગે છે કે ચોમાસાના સમયે આ કામમાં વપરાયે સરકારના રૂપિયા ક્યાંક ખાડામાં ના જાય તેવું લાગી રહયું છે ગરનાળા ના કામમાં વાપરવામાં આવેલ સિમેન્ટ પણ હલકો જોવા મળી રહયો છે ત્યારે હાલ તો ગરનાળુ જોતા તો એવું લાગી રહ્યું છે કે શું આ ગરનાળા નું બિલ પાસ થયું હશે કે નહિ તે સવાલ હજુ ઉભો છે. બીજી તરફ જે તે કોન્ટ્રાકટર દ્વારા બનાવવામાં આવેલ હલકી ગુણવતા નું કામ કેટલું યોગ્ય..? આ બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જે તે વિસ્તારમાં થયેલ કામની તપાસ કરે અને હલકી ગુણવતા ના કામ સામે કાર્યવાહી કરે તેવી માંગ સેવાઈ રહી છે

[wptube id="1252022"]
Back to top button