GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાની ડેરોલગામ પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

તારીખ ૦૪/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ડેરોલગામ પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થિઓ નો દીક્ષાંત સમારોહ કાર્યક્રમ પરમાર પ્રકાશભાઈ રમેશભાઈ ના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવ્યો હતો.જેમાં ગામના ડેપ્યુટી સરપંચ તથા પંચાયતના સભ્યો, એસએમસીના સભ્યો, ડેરી નાં ચેરમેન તથા ગામના અગ્રગણ્ય નાગરિકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય પટેલ જયેશભાઈ દ્વારા આવેલ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી ધોરણ ૮ ના બાળકોને આર્શીવચન આપવામાં આવ્યા. સી.આર.સી કો ઓર્ડીનેટર પ્રવીણભાઈ પટેલ દ્વારા બાળકો પાયાનું શિક્ષણ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે આગળ જઈ પોતાના જીવનમાં જ્વલંત સફળતા મેળવી ગામનું તથા શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આજના આ કાર્યક્રમમાં ગામના યુવાન ,ઉત્સાહી એવા આજના કાર્યક્રમના અધ્યક્ષ પ્રકાશભાઈ રમેશભાઈ પરમારે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મેળવી ઉચ્ચ હોદ્દા પર પદવી મેળવે તેવા આશીર્વાદ આપી ડેરોલગામ પ્રાથમિક શાળાને બાળકો ઠંડુ પાણી પી શકે તે માટે વોટર કુલરની ભેટ આપતા સૌ બાળકો અને શાળા પરિવાર આનંદિત થઈ ગયા.ડી.ડી.પરમાર ( સુરત ) દ્વારા બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવી નવા શૈક્ષણિક સત્ર માટે ધોરણ છ થી આઠ ના તમામ બાળકોને યુનિફોર્મ આપવાની જાહેરાત કરવામાં આવી. દામુભાઈ તલાટી અને ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા શાળાએ કરેલ પ્રગતિની પ્રશંસા કરી શાળાની કામગીરી ને બિરદાવી હતી.શાળા પરિવાર તરફથી ધોરણ ૮ ના તમામ બાળકોને પેડ,પેન અને સ્મૃતિચિન્હ આપવામાં આવ્યાં હતાં ત્યારે શાળાના શિક્ષિકા દર્શનાબેન દ્વારા વોટર કુલર અને ગણવેશના બંને દાતાઓ અને આવેલ તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો.કાર્યક્રમના અંતે તમામ બાળકોને ભોજન આપવામાં આવ્યું અને આજના આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button