BANASKANTHAPALANPUR

આદર્શ વિદ્યાલય, વિસનગરમાં ધો – ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો

23 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે તા- ૨૨/૦૨/૨૦૨૩ ને બુધવારના રોજ સવારે ૯:૦૦ કલાકે ધો-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો.આ શુભેચ્છા સમારોહને શોભાવવા માટે મહેમાનશ્રીઓ એવા શ્રી વિપુલભાઈ ચૌધરી (પૂર્વ ગૃહમંત્રી, ગુજરાત રાજ્ય), શ્રી શંકરભાઈ કે. ચૌધરી (એન.આર.આઈ.- યુ.એસ.એ., વતન- પામોલ) શ્રી ઉદયભાઈ બી. ચૌધરી (એન.આર આઈ.- કેનેડા, વતન-બામોસણા), શ્રી ડાહ્યાભાઈ ચૌધરી (એન.આર.આઈ.- યુ.એસ.એ. વતન-તાવડીયા તથા આદર્શ પ્રાથિમક ભવનના દાતાશ્રી), શ્રી નિગમભાઈ ચૌધરી ( સ્પાન ઈન્ફ્રાસ્ટ્રકચર, વિસનગર), શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ અને સમાજના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.   કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્રારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. કેળવણી મંડળના મંત્રીશ્રી વિઠ્ઠલભાઈ વી. ચૌધરીએ મહેમાનશ્રીઓનો પરિચય અને શાબ્દિક સ્વાગત કર્યું હતું અને કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ દ્વારા મહેમાનશ્રીઓનુ બુકે, સાલ તથા મોમેન્ટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સર્વ મહેમાનશ્રીઓએ દીપ પ્રાગટય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. ત્યારબાદ ધો-૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ખુશી પટેલે શાળાના અભ્યાસના અનુભવો તથા શાળામાંથી સિંચિત થયેલ સંસ્કારોને પોતાની મૌલિક ભાષામાં રજૂ કરી શાળાના નામ પ્રમાણે આદર્શ વિદ્યાર્થી બનવા અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. શાળાના આચાર્યશ્રીએ વિદાય લઈ રહેલ વિધાર્થીઓને શાળામાં મેળવેલ કેળવણી થકી વિદ્યાર્થી જીવનમાં ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરી માનવ સમાજ ઉપયોગી જીવન કેળવાય તે માટે વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.શ્રી કે.કે. ચૌધરી (પ્રમુખશ્રી, અ.આં.કે. મંડળ, વિસનગર) એ “કેળવણી એ મનુષ્યનું અખૂટ ધન” ઉકિતને સાર્થક કરતું પ્રાસંગિક પ્રવચન આપી વિદ્યાર્થીઓને અભ્યાસ ક્ષેત્રે ઉત્તમ પ્રગતિ સાધવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાથે આદર્શ શૈક્ષણિક સંકુલના વિકાસ માટે સંકુલની જરૂરિયાતો અને સંકુલમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોની માહિતી આપી આગામી સમયમાં આદર્શ શૈક્ષણિક સંકુલના ૭૫વર્ષ પૂર્ણ થયેલ હોઈ ભવ્યાતિભવ્ય “અમૃત્ત મહોત્સવ” યોજવા તથા યોગદાન આપવા સમાજના અગ્રણીઓને હાંકલ કરી હતી. શ્રી નિગમભાઈ ચૌધરીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને સાચી દિશામાં શિક્ષણ મેળવી પોતાની કારકિર્દી ઘડી સમાજ ઉપયોગી જીવન જીવવાની વાત કરી હતી. આ સાથે શ્રી નિગમભાઈ ચૌધરીની ઉત્તર ગુજરાત અને રાજસ્થાન રોટરી ક્લબ ખાતે ડિસ્ટીક ગવર્નર તરીકે બિનહરીફ વરણી થતાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા હોદ્દેદારશ્રીઓ દ્રારા તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. શ્રી ડાહ્યાભાઈ ચૌધરીએ આદર્શ વિદ્યાલય, વિસનગરમાં મેળવેલ શિક્ષણની યાદો તથા તે સમયના શિક્ષકોને યાદ કરી પોતાની પ્રગતિમાં આદર્શ વિદ્યાલયના ઋણને સ્વીકારી વિદ્યાર્થીઓને જીવનમાં ઉત્તમ પ્રગતિ કરવા પ્રેરણા પૂરી પાડી શુભેચ્છા પાઠવી હતી.શ્રી ઉદયભાઈ બી. ચૌધરીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને અભ્યાસ ક્ષેત્રે સારી કારકિર્દી બનાવી માનવ સમાજને ઉપયોગી બનવા આહવાન કર્યું હતું તથા આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના વિકાસ માટે રૂપિયા ૫૦૦૦૦૦/-(અંકે રૂપિયા પાંચ લાખ પુરા) માતબર રકમનું દાન કર્યું હતું. શ્રી શંકરભાઈ કે. ચૌધરીએ “વિદ્યા વિનયથી શોભે છે” એ ઉક્તિને સાર્થક કરતું પ્રાસંગિક પ્રવચન આપીને તેમણે પણ આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના વિકાસ માટે રૂપિયા ૨,૫૧,૦૦૦/-(અંકે રૂપિયા બે લાખ એકાવન હજાર પુરા) માતબર રકમનું દાન કર્યું હતું. બન્ને દાતાશ્રીઓને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.શુભેચ્છા સમારંભના અધ્યક્ષશ્રી વિપુલભાઈ ચૌધરી (પૂર્વ ગૃહમંત્રીશ્રી,ગુ. રાજ્ય) એ “કેળવે તે કેળવણી” તથા “કેળવણી થકી ઉત્તમ માનવ સમાજનું નિર્માણ થાય” તે વાતને સદ્રષ્ટાંત રજૂ કરી વિદાય લઈ રહેલ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી જીવનમાં ઉત્તમ પ્રગતિ સાધવા વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. સાથે સાથે આદર્શ શૈક્ષણિક સંકુલને ૭૫ વર્ષ પૂર્ણ થતાં પંચવર્ષીય અમૃત મહોત્સવનું પ્લાનિંગ કરી આદર્શ શૈક્ષણિક સંકુલ હરણફાળ વિકાસ કરે તે માટેની જવાબદારી કેળવણી મંડળના પ્રમુખશ્રી શ્રી કે.કે.ચૌધરી તથા તેમની ટીમને આપી હતી તથા શ્રી વિપુલભાઈ ચૌધરીએ પણ આદર્શ શૈક્ષણિક સંકુલના વિકાસ માટે પૂરો સહયોગ આપવા હૈયાધારણા આપી હું પણ તમારી સાથે છું એવી હાંકલ કરી હતી. આ સાથે સંજોગોવશાત આ સમારંભમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા એવા મહેમાનશ્રીઓ શ્રી સરદારભાઈ ચૌધરી (ધારાસભ્યશ્રી, વિધાનસભા, ખેરાલુ) તથા શ્રી નાનજીભાઈ ચૌધરી ( ચેરમેનશ્રી, જમીન વિ. બેંક, ચાણસ્મા) પણ વિદ્યાર્થીઓને અભ્યાસ ક્ષેત્રે ઉત્તમ પ્રગતિ સાધવા શુભેચ્છા સંદેશ પાઠવેલ.સમગ્ર કાર્યક્રમની આભારવિધિ શ્રી જે. ડી. ચૌધરી (મંત્રીશ્રી, અ.આં.કે.મંડળ, વિસનગર) એ કરી હતી.આમ ધોરણ-૧૦ અને ૧૨ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ભાવભરી વિદાય આપી હતી. સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને મહેમાનશ્રીઓના વરદ્ હસ્તે ગોલ્ડ મેડલ તથા ઈનામો પણ આપવામાં આવ્યા હતા. અંતમાં સૌએ સાથે સ્વરૂચી ભોજન લીધું હતું.

[wptube id="1252022"]
Back to top button