
મદન વૈષ્ણવ
ગુજરાત વિધાનસભાના નાયબ દંડક તેમજ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે પોતાના ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના પ્રવાસ દરમિયાન, શિંગાણા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે શાળાના વિધ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા મલ્ચિંગ પદ્ધતિથી તૈયાર કરેલ પ્રાકૃતિક ‘કિચન ગાર્ડન’ ની મુલાકાત લીધી હતી.
દૈનિક સમતોલ આહારમાં તાજાં ફળ અને શાકભાજીનું ઘણું જ મહત્વ છે. પ્રાકૃતિક પદ્ધતિ દ્વારા શાળામાં ઉગાડવામાં આવેલ બાગાયતી પાકોની કામગીરી ખુજ જ સરાહનીય છે. તેમ શ્રી વિજયભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યુ હતુ.
અહિં શિંગાણા શાળાના શિક્ષકો દ્વારા પ્રાકૃતિક ખેતીનુ મહત્વ, પ્રાકૃતિક ખોરાકનુ મહત્વ સમજાવ્યુ હતુ. તેમજ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગેનો ખ્યાલ આપ્યો હતો.
આ મુલાકાત વેળાએ સુબિર તાલુકા ઉપપ્રમુખ શ્રી રધુનાથ સાબળે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, અધિક નિવાસી કલેક્ટર શ્રી એસ.જી.તબીયાર, સુબિર તાલુકા વિકાસ અધિકારી સુશ્રી પુનમ ડામોર સહિત શિંગાણા માધ્યમિક અને ઉચ્ચત્તર શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.





