GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

KALOL:કાલોલ તાલુકાના વેજલપુરમાં પારાવાર ગંદકીને કારણે ડેન્ગ્યુના કેસો વધ્યા તાકીદે સાફ સફાઇ કરાવવા માંગ

તારીખ ૨૮/૧૦/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ખાતે ઘણા સમયથી ગંદકી નુ સામ્રાજ્ય જામ્યુ છે ગામના અનેક વિસ્તાર જેવા કે નાના મહોલ્લા, મોટા મહોલ્લા, ભોઈ વાડા, વાલ્મીકિ વાસ, પ્લોટ વિસ્તાર, પટેલ વાડા મા ભારે ગંદકી જોવા મળે છે જેના પરિણામે ડેન્ગ્યુ, મેલેરીયા જેવા રોગો ફેલાઈ રહ્યા છે ત્યારે ગંદકી દૂર કરવામાં નહી આવે તો રોગચાળો વધુ ફેલાવવાની શક્યતાઓ જણાઈ આવે છે સરકાર દ્વારા ગ્રામ પંચાયત ને સ્વછતા અભિયાન અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામા આવે છે ત્યારે સરપંચ અને તલાટી કમ મંત્રી ને રજુઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતુ નથી જેથી ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં પોતાની સહીઓ કરી જીલ્લા કલેકટર ને લેખીત રજુઆત કરી તથા અરજી ની નકલ તલાટી કમ મંત્રી, મુખ્ય મંત્રી,જીલ્લા વિકાસ અધિકારી,વિકાસ કમિશનર, તાલુકા વિકાસ અધિકારી ને મોકલી આપી તાકીદે તપાસ કરાવી ઘટતુ કરવા માંગ કરી છે.

[wptube id="1252022"]
Back to top button