BHUJGUJARATKUTCH

એચ. ટાટ આચાર્યોના બદલીના નિયમો જાહેર કરવા અને પ્રા. શિક્ષકોના બદલી કેમ્પ યોજવા માંગ.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ તા-08 જૂન :  ઘણા સમયથી સંગઠનના હોદ્દેદારો અને શિક્ષણના અધિકારીઓ – પદાધિકારીઓ સાથે અનેક બેઠકો થવા છતાં હજુ મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર કરવામાં ન આવતાં એચ. ટાટ આચાર્યોમાં નારાજગી પ્રવર્તી રહી છે. અગાઉ સંગઠનના હોદ્દેદારો પાસેથી સૂચનો મેળવી શિક્ષણ મંત્રી અને નિયામક કક્ષાએ ચારથી પાંચ મીટીંગો મળ્યા બાદ HTAT (મુખ્ય શિક્ષક) બદલીના નિયમોને આખરી ઓપ અપાઈ ગયો છે તેમ છતાં હજુ સુધી કોઈ પણ કારણસર બદલીના નિયમો બહાર પાડવામાં આવેલ નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં મુખ્ય શિક્ષકોની આતુરતાનો અંત આવતો નથી જેથી ઝડપથી HTAT (મુખ્ય શિક્ષક) બદલીના નિયમો બહાર પાડવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતીશ પટેલ દ્વારા પુનઃ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.વધુમાં પ્રાથમિક શિક્ષકોના ચાલુ વર્ષના બદલી કેમ્પ યોજવામાં આવેલ ન હોઈ જિલ્લા આંતરિક અને જિલ્લાફેર બદલી કેમ્પ પણ સત્વરે જાહેર કરવા માંગ કરવામાં આવી છે. આ સાથે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરને પત્ર લખી સમગ્ર શિક્ષા દ્વારા શાળા સંયુક્ત ગ્રાન્ટ તથા અન્ય ગ્રાન્ટો કે જે સમયસર યુટીલાઈટ કરવામાં ન આવે તો વર્ષના અંતે ઓટોમેટીક પરત જમા થઈ જતી હોય છે. જેથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં સમગ્ર શિક્ષા દ્વારા અપાતી ગ્રાન્ટો સમયસર ફાળવવા રજૂઆત કરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button