GIR SOMNATHGUJARATSUTRAPADA

સુત્રાપાડા પંથકમાં ભારે વરસાદથી થયેલ નુકસાન નો સર્વે કરી સહાય ચૂકવવા ખેડૂતોની માંગ

વાત્સલ્યમ સમાચાર

દાનસિંહવાજા સુત્રાપાડા

સરપંચ સંઘ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર પાઠવી કરાઈ રજૂઆત

સુત્રાપાડા તાલુકામાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું તેમજ અનેક વિસ્તારમાં સદંતર પાક નિષ્ફળ ગયો છે. સુત્રાપાડા તાલુકામાં 70 ઇંચ થી પણ વધારે વરસાદ પડી ચૂક્યો છે જેના કારણે ખેડૂતોની સ્થિતિ વિકટ બની છે અનેક વિસ્તારોમાં સતત 1 મહિના સુધી ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા રહ્યા હતા. એના કારણે મોટાભાગના ખેડૂતોનો પાક બળી ગયો છે આ બાબતે સુત્રાપાડા તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને લોઢવા ગામના સરપંચ હીરાભાઈ વાઢેર, ઉપ-પ્રમુખ અને વડોદરા ઝાલા ગામનાં સરપંચ ભગીરથભાઈ ઝાલા, તેમજ સુત્રાપાડા તાલુકાના અનેક ગામના સરપંચો અને ખેડૂતોએ મળીને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાવડ તથા મુળુ ભાઈ બેરા તેમજ ગીર સોમનાથના જિલ્લા પ્રભારી પરસોતમભાઈ સોલંકી ને પત્ર પાઠવી ને સુત્રાપાડા તાલુકામાં અતિ ભારે વરસાદથી થયેલ નુકસાન નો સર્વે કરી અને ખેડૂતોને સહાય મળે આવી રજૂઆત કરાઈ હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button