
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા ખાતે સાપુતારા ચાર રસ્તાથી નિલમ ગેસ એજન્સી તરફ જતા મુખ્ય માર્ગથી સ્કુલ તરફ જતા રસ્તા ઉપર નાનો બમ્પ અથવા ઝીબ્રા ક્રોસીંગ માર્કીંગ કરવા માટે ડાંગ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિનાં અધ્યક્ષ દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.સાપુતારા ચાર રસ્તાથી નિલમ ગેસ એજન્સી તરફ જતા મુખ્ય માર્ગની બાજુમાંથી ગીતાંજલી સ્કુલ તેમજ ન્યુ વિઝન સ્કુલ આવેલ છે. સ્કુલમાં જુનીયર/સીનીયર કે.જી. થી ધોરણ-૮ સુધીનું શાળા આવેલ છે.આ શાળામાં નાના બાળકોથી માંડીને કુમાર-કન્યાઓ અભ્યાસ કરવા માટે સંખ્યામાં જાય છે.શાળાના સમય દરમ્યાન જતા આવતાં મુખ્ય રસ્તાથી અંદર જતા કે બહાર આવતા મુખ્ય માર્ગ ઉપર ભારે વાહનો તથા અન્ય વાહનોની અવર-જવર ખુબજ હોય છે.જેના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો થતા હોય છે. જેથી આ રસ્તા ઉપર નાનો બમ્પ અથવા ઝીબ્રા ક્રોસીંગ માર્કીંગની જરૂીયાત ઉદભવી રહી છે.અને ભવિષ્યમાં કોઇ દુર્ઘટનાને નિવારી શકાય. તેમજ આ સ્થળે GRD કર્મીને પણ શાળાના સમય દરમ્યાન મુકવામાં આવે તો ટ્રાફીક નિયંત્રણ થઇ શકે તેમ છે.ત્યારે ભવિષ્યમાં કોઇ દુર્ઘટનાને નિવારી શકાય તે હેતુથી આ રસ્તા ઉપર નાનો બમ્પ અથવા ઝીબ્રા ક્રોસીંગ માર્કીંગ લગાવવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષે કલેકટરને સંબોધતુ આવેદનપત્ર પાઠવ્યુ હતુ…





