GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: ગુનાના ફરિયાદી વિકકીને ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કોર્ટમાં હાજર રહેવા નોટિસ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

વિરલ ઉર્ફે વિકકી શાંતિલાલ પટેલે તા. ૮મી સપ્ટેમ્બરના રોજ ત્રીજા એડિશનલ ડિસ્ટ્રીકટ જજ નવસારી કોર્ટ ખાતે  હાજર રહેવા બાબત
નવસારીના ત્રીજા એડી. ડીસ્ટ્રીકટ જજશ્રી એ સ્પે.એ.સી.બી.કેસ નં.૦૯/૨૦૦૯, વલસાડ અને ડાંગ એ.સી.બી.પો.સ્ટે.ગુ.રા.નં-૧૦/૨૦૦૮ ભ્ર.નિ.સુધારા અધિ.૨૦૧૮ ની કલમ૭, ૧૩ (૧) (ડી), ૧૩ (૨) મુજબના ગુનાના ફરિયાદી શ્રી વિરલ ઉર્ફૈ વિકકી શાંતિલાલ પટેલ રહે- ગામ ખખવાડા, તા.ગણદેવી, જિ.નવસારી ના ઓને વારંવાર સમન્સ તથા B/W ની બજવણી કરતાં છતા તેઓ ઘરે કે અન્ય જગ્યાએ હાજર મળી આવતા નથી. તેમજ નામદાર કોર્ટમાં ઉપરોકત ગુનાની ટ્રાયલ કેસ ચાલુ હોય તેઓ નામદાર કોર્ટમાં વોરંટ કાઢવામાં આવેલું છે. અને તેઓને ઉકત ફરિયાદને સ્પર્શતી બાબતે તપાસવા માટે અને જયારે ઉકત વોરંટ ફરિયાદી શ્રી વિરલ ઉર્ફે વિકકી શાંતિલાલ પટેલ ના ઓને બજવણી વગર પરત કરેલું છે અને એવું જણાવવામાં આવેલું છે કે, તેઓ નાસતા ફરે છે (અથવા તો તેઓ વોરંટની બજવણી ન થાય એટલે પોતાને કયાંક છુપાવી રાખ્યા છે.)

આથી જાહેર કરવામાં આવે છે કે, ફરિયાદી વિરલ ઉર્ફે વિકકી શાંતિલાલ પટેલ ને તા.૦૮/૦૯/૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યે ત્રીજા એડિશનલ ડિસ્ટ્રીકટ જજ નવસારી કોર્ટ ખાતે ફરિયાદ બાબતના ગુનાને લગતી તપાસ માટે હાજર રહેવા નવસારી એ.સી.બી.પોલીસ સ્ટેશનની અખબારી યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button