
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આમ આદમી પાર્ટીનાં ગત વિધાનસભાનાં ઉમેદવાર તથા આગેવાન એવા સુનિલભાઈ ગામીત ભાજપમાં જોડાશે એવા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. ત્યારે આ સમાચારને લઈને સુનીલ ગામીતએ સ્પષ્ટતા કરી હતી.અમુક ન્યુઝ ચેનલ અને ઇ- પેપરમાં સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા કે ડાંગ જિલ્લાનાં આમ આદમી પાર્ટીનાં આગેવાન સુનિલભાઈ ગામીત ભાજપમાં જોડાશે એવો પ્રચાર કરવામાં આવ્યો હતો.જેને લઈને સુનીલભાઈ ગામીતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે,” ગુજરાત અને દેશભરમાં ગઠબંધન થવા જઈ રહ્યુ છે.જેથી ભાજપની પગ નીચેથી જમીન ખસી ગઈ છે.જેના કારણે લોકચાહના ધરાવનાર અને આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર રહી ચૂકેલા આગેવાનને કાર્યકરોમાં બદનામ કરી ધ્રુવીકરણ ફેલાવવા અને ભાજપ પોતાના તરફ મતદાન કરાવવા માંગે છે.અમો આમ આદમી પાર્ટીના ઈમાનદાર સૈનિક છીએ અને રહીશું જેની ખાતરી આપીએ છીએ.તેમજ આવનાર લોકસભાની ચૂંટણીમાં ધારાસભ્ય અનંત પટેલ અને ચૈતર વસાવાનાં સમર્થનમાં રાત દિવસ મહેનત કરી સંસદમાં આદિવાસી સમાજનો અવાજ બુલંદ કરીશુ.તેથી આ જાહેરાતથી કોઈએ ગેરમાર્ગે દોરાવવું નહીં.”વધુમાં પાર્ટીના આગેવાન સુનિલ ગામીતએ જણાવ્યું હતું કે, છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે મત આમ આદમી પાર્ટીને આદિવાસી વિસ્તારોમાંથી મળ્યા હતા. અને હાલમાં કોંગ્રેસ અને આપના મતો મળીને સમીકરણ ધ્યાને લેવામાં આવે તો ભાજપ મોટા ભાગની સીટ પર પરાજીત થશે.વધુમાં અમુક ન્યુઝ ચેનલ અને ઈ – પેપરમાં અમારી સાથે વાતચીત કર્યા વગર બદનામ કરવા માટે કોશિશ કરવામાં આવી છે.તે સત્યથી વેગળુ છે.અમો આમ આદમી પાર્ટીનાં સૈનિકો છીએ અને રહીશુનો વળતો ઉત્તર આપતા વિવાદનો અંત આવ્યો છે.આ અંગે ડાંગ આપનાં પ્રમુખ રમેશભાઈ ગાયકવાડે જણાવ્યુ હતુ કે આપનાં આગેવાન સુનિલભાઈ ગામીત ભાજપા જોડાશે અંગેનાં વાયરલ થયેલ સમાચાર તદ્દન ખોટા છે.અમારી પાર્ટીનાં એક અસંતુષ્ટ કાર્યકર દ્વારા આ અફવા ફેલાવી હોવાનું જાણવા મળેલ છે.જે અંગે અમો ઉપલા કક્ષાએ જાણ કરી છે..





