AHAVADANG

સરકારી વિનયન કોલેજ આહવા ખાતે યુવા સંસદ યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સરકારી વિનયન અને વાણિજય કોલેજ ખાતે, તારીખ 11/2/23 ના રોજ જિલ્લા કક્ષાના યુવા સંસદ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.આ કાર્યક્રમના અધ્યક્ષ પદે ડાંગના ધારાસભ્ય તેમજ વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સરકારી કોલેજના આચાર્ય શ્રી ડો.યુ.કે.ગાગુર્ડે, કૃષિ યુનિવર્સિટી-વધઈના શ્રી ડો. જે.જે પાસ્તુકિયા, સુમન હાઇસ્કુલ-સુરતના શ્રી ડો.સુરેશ અવૈયા, ટેકનિકલ કોલેજ-વઘઈના શ્રીમતી આરતીબેન ચૌધરી તેમજ શ્રી ગૌરાંગભાઈ વગેરે મહાનુભવની ઉપસ્થિત રહ્યા હતા.યુવા સંસદ કાર્યક્રમમા જી20, બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ, મિશન લાઈફ અંગે યુવાનોને માર્ગદર્શન પૂરુ પાડવામા આવ્યુ હતુ. આ ક્ષેત્રના તજજ્ઞની ઉપસ્થિતિમા કોલેજના યુવાનોએ પ્રશ્નોત્તરી કરી માર્ગદર્શન પણ મેળવ્યુ હતુ. કાર્યક્રમમા ત્રણસોથી વધુ કોલેજ વિદ્યાર્થી, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે ડાંગના કલાકાર શ્રી ગૌરવ કટારે અને શ્રીમતી કલ્યાણીબેન પારેખે સાંસ્કૃતિક કાર્યક્રમમા સંગીતમય ગાયન અને વાદ્ય કલા રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમ સંચાલન કોલેજના પ્રો.શ્રીમતી હેતલબેને કર્યું હતુ.

[wptube id="1252022"]
Back to top button