
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ | ડાંગ
ડાંગ જિલ્લાના સરકારી તાલુકા પુસ્તકાલય વઘઈ ખાતે પ્રતી વર્ષની ” ૨૩મી એપ્રિલ વિશ્વ પુસ્તક અને કોપિરાઇટ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ તા. ૨૩મી એપ્રિલ ૨૦૨૩ ના રોજ વર્ષ – ૨૩મી એપ્રિલ વિશ્વ પુસ્તક અને કોપિરાઇટ દિવસ ની ઉજવણી નુ આયોજન ગ્રંથાલય માં કરવા માં આવેલ જેમાં લેખકો ના પુસ્તકો પુસ્તકો, સ્પર્ધાત્મક સાહિત્યના પુસ્તકો, પરીક્ષા લક્ષી તથા આઝાદી ને લગતા અનેક વિવિધ પુસ્તકોનું પુસ્ત પ્રદર્શન મુકવા માં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી રવિભાઇ સૂર્યવંશી, સુભાસભાઇ બોરસે, મદનભાઇ વૈષ્ણવ તથા ચૌહાણ ખુશ્બુબેન દિપ પ્રાગટ્ય કરી વાચકો ની ઉપસ્થિ માં તા. ૨૩/૪/૨૦૨૩ ના રોજ જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં અવ્યું હતું.
આ પ્રસંગે જ્ઞાનદિશાણા નાં ૨૦ માધ્યમિક શાળા નાં ૩૦ વાચકો ભાઇ ઓ બહેનો ૫૦ જેટલા અને ગ્રામ જનો પણ ભાગ લિધો હતો આ પ્રસંગે સામાજીક કાર્યકર્તા રવિભાઇ સૂર્યવંશી એ વિર્ધાર્થીઓ ને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી વિગતવાર માહીતી આપી હતી
<span;>આ કાર્યક્રમ શ્રી મદદનીશ દયારામ એચ, લાડ ના માર્ગ દર્શન હેઠળ આયોજિત કરવા માં આવ્યો હતો તથા તરૂણ ભાઇ અને વાચકો દ્વારા કાર્યક્રમ સફણ બનાવ્યો હતો.








