DANG

નવસારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાજુમાં રમતા બે વિધાર્થીઓને કરન્ટ લાગતા એકની હાલત ગંભીર…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી

નવસારી શહેરમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બાજુમાં જ ચાલી રહેલા ટાઉનહોલના બાંધકામના સ્થળ પર બે વિદ્યાર્થીને વીજકરંટ લાગતા  વિધાર્થીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો મળતી માહિતી મુજબ શાળામાં રીસેસ પડતાં વિધાર્થીઓ ટાઉનહોલનનું બાંધકામ સાઈટ પાસે કોન્ટ્રેટર દ્વારા નંખાયેલા રેતીના ઢગલા પર વિધાર્થીઓ રમી રહ્યા હતા રમતા રમતા ત્યાં ઉપરથી પસાર થતી વીજલાઈનને આ બન્ને વિદ્યાર્થીઓ અડી જતા કરંટ લાગ્યો હોવાનું  પ્રાથમિક દ્રષ્ટિ દેખાઈ રહ્યો છે. આ ઘટનાની જાણ નવસારીપાલિકાના અધિકારીઓને થતાં તાત્કાલિક ધોરણે નગરપાલિકા પ્રમુખ જીગીશભાઈ શાહ સહિત નવસારી જિલ્લા પોલીસ ઘટના પહોંચી ગયા હતા

જ્યાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધોરણ ૬માં અભ્યાસ કરતો નિલેશ દેવીપૂજક અને ધોરણ ૫માં અભ્યાસ કરતો અર્જુન દેવીપૂજક આજે આ કન્સ્ટ્રકશન સાઈટ પર વીજળીની ૬૬ KVની લાઈન નીચે જ કરાયેલા રેતીના ઢગલા પર વિદ્યાર્થીઓ રમત રમતમાં ચડી ગયા હતા અને અકસ્માતે ઉપરથી પસાર થતી વીજ લાઈનને અડી જતા જોરદાર કરંટ લાગતા આ બંને વિદ્યાર્થીની હાલત ગંભીર રીતે દાઝી ગયા હતા તેઓ ને તાત્કાલિક નજીક આવેલ પારસી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યાં એક વિદ્યાર્થી વધુ દાઝી જતાં  હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. બન્ને ની સારવાર ચાલી રહી છે. સ્થળ પરથી મળતી માહિતી મુજબ ટાઉન હોલનું બાંધકામ કરતા કોન્ટ્રેક્ટરની ગંભીર બેદરકારીના કારણે આ બનાવ બન્યું હોવાનું ચર્ચાઈ રહ્યો છે. ત્યારે મામલાએ નવસારી-વિજલપોર પાલિકાનાં વિપક્ષી નેતા પીયૂષભાઈ ઢીમ્મરે કહ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની બાજુમાં નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની માતબર રકમના ખર્ચે ટાઉનહોલ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે કોન્ટ્રેક્ટર તેમજ નગર પાલિકાના અધિકારીની બેદરકારીના કારણે અહીં સેફટીવોલ કે કોઈ પણ પ્રોટેકશન વિના અહીં કામ ચાલતું હોવાથી આ ગંભીર ઘટના બની હોવાનું વિપક્ષીનેતા પીયૂષભાઈ જણાવ્યું હતું. ત્યારે ઘટના જાણ થતાં  નગરપાલિકાના પ્રમુખ જીગીશભાઈ તેમજ નવસારી જિલ્લા પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી બન્ને વિધાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં એક વિધાર્થીની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.જરૂર પડ્યે બીજા હોસ્પિટલમાં ખસેડવામાં આવશે તેમ  જીગીશભાઈ શાહે જણાવ્યું હતું

[wptube id="1252022"]
Back to top button