AHAVADANG

ડાંગ જિલ્લામાં MCMC કાર્યરત,ફરજ નિયુક્ત અધિકારી/કર્મચારીઓને તાલીમ અપાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી તંત્રે પોતાની તમામ તૈયારીઓ સાથે ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીનો પ્રારંભ કરી દીધો છે.
ત્યારે ૨૬-વલસાડ (S.T) સંસદીય મત વિસ્તાર હેઠળ આવેલા ૧૭૩-ડાંગ (S.T) વિધાનસભા મતદર મંડળના કાર્ય વિસ્તારમાં પણ MCMC (મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટિ) કાર્યરત કરવામાં આવી છે.

ડાંગના જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને રચાયેલી MCMC અંતર્ગત, ડાંગ જિલ્લા સેવા સદન, આહવા ખાતે મીડિયા મોનિટરિંગની કમિટિની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અહી જુદા જુદા પ્રિન્ટ તથા ઈલે. મીડિયામાં પ્રસારિત થતાં ન્યૂઝના મોનિટરિંગ સહિત જાહેરખબરોના સર્ટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

MCMC અને મીડિયાનાં નોડલ ઓફિસર-વ-સહાયક માહિતી નિયામક શ્રી મનોજ ખેંગારના માર્ગદર્શન હેઠળ, MCMC માટેના ફરજ નિયુક્ત ડ્યૂટી ઓફિસરોને કામગીરી બાબતની તાલીમ/માર્ગદર્શન પુરૂ પાડી, ડાંગ જિલ્લામાં કામગીરીનો પારંભ કરવામાં આવ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button