
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરા સહિત પ્રભારી મંત્રી શ્રી કુવરજીભાઇ હળપતિ
વિશેષ ઉપસ્થિત રહેશે ;
સાંસદ, વિધાનસભાના નાયબ દંડક, પંચાયત પ્રમુખ સહિતના જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં રાજવીશ્રીઓને રાજયપાલશ્રીના હસ્તે વર્ષાસન એનાયત કરાશે ;
ડાંગ જિલ્લાના પોતિકા ઉત્સવ એવા ડાંગ દરબાર-૨૦૨૩નું આજે આહવા ખાતે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ઉદ્ઘાટન થશે.
આ ભાતિગળ લોકમેળાના ઉદ્ઘાટન પૂર્વે સવારે ૯:૩૦ વાગ્યે જિલ્લા સેવા સદન ખાતેથી રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમોના સથવારે રાજવીશ્રીઓની ભવ્ય શોભાયાત્રા નીકળશે. જે આહવાના રાજમાર્ગ ઉપરથી પસાર થઈ રંગ ઉપવન ખાતે પહોંચશે. રાજવીશ્રીઓ તેમની આ શાહી સવારી દરમિયાન પ્રજાજનોનું અભિવાદન ઝીલશે. ત્યાર બાદ રાજ્યપાલશ્રીના હસ્તે રાજવીશ્રીઓનુ સન્માન અને સાલિયાણા અર્પણ કરશે. આ વેળા રાજ્યના પ્રવાસન, સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા કલાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરા, અને ડાંગના પ્રભારી મંત્રી તથા આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુવરજીભાઇ હળપતિ સમારંભના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે વલસાડ-ડાંગના સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, અને ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત હાજરી આપશે.
ડાંગના ઐતિહાસિક કાર્યક્રમના આ ઉદ્ધાટન સમારોહ દરમિયાન સાંસ્કુતિક કાર્યક્રમો પણ રજુ થશે. કાર્યક્રમ બાદ રાજવીશ્રીઓ સાથેનો સમૂહ ભોજનનો કાર્યક્રમ યોજાશે.
દિવસ દરમિયાનના આ કાર્યક્રમ બાદ રાત્રે આહવાના રંગ ઉપવન ખાતે 7:30 વાગ્યે જુદા જુદા કલાકાર કસબીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિર કાર્યક્રમોનુ પણ પ્રસ્તુતિ કરાશે.








