AHAVADANG

ડાંગ જિલ્લા પંચાયતના કર્મીઓ બન્યા યોગમય…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
વિશ્વ આખું યોગમય બન્યું છે ત્યારે રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના પંચાયત કર્મીઓએ પણ ‘યોગ’ કરીને લોક ચેતના જગાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.તા. ૨૧ મી જૂને યોજાનારા ૯માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પૂર્વે યોજાઇ રહેલા શ્રેણીબદ્ધ કાર્યક્રમોના ભાગરૂપે ડાંગ જિલ્લા પંચાયતની વિવિધ શાખાના અધિકારી, કર્મચારીઓએ વહેલી સવારે પંચાયત પરિસરમાં યોગ પ્રોટોકોલ અનુસાર ‘યોગ’ કરીને યોગયાત્રા યોજી હતી.

નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશીના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લા પંચાયત ઉપરાંત ત્રણેય તાલુકા પંચાયતો ખાતે પણ આવા કાર્યક્રમો યોજીને લોકજાગૃતિ કેળવવા સાથે, પંચાયતકર્મીઓ તથા પ્રજાજનો પોતાના દૈનિક જીવનમાં ‘યોગ’ ને સ્થાન આપશે તેવો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.

આમ, ડાંગ જિલ્લામાં કોમન યોગ પ્રોટોકોલ અંગેની માહિતી મેળવવા સાથે પંચાયતકર્મીઓ ‘યોગ’ ને અપનાવવા સંકલ્પબદ્ધ થયા હતા.

[wptube id="1252022"]
Back to top button