AHAVADANG

આદર્શ આચાર સંહિતા ભંગ બાબતની જાણ માટે ડાંગ જિલ્લા ચૂંટણી તંત્રે ટોલ ફ્રિ નંબર જાહેર કર્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ભારતના ચુંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત સાથે જ, ડાંગ જિલ્લામાં પણ ૧૭૩ (અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગ (૨૬-વલસાડ સંસદીય મતદાર વિભાગ) માં આગામી તારીખ ૭/૫/૨૦૨૪ ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી દરમિયાન કોઇ પણ વ્યક્તિને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદેશ્યથી, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ રકમ કે વસ્તુ સ્વરૂપે કોઇ પણ લાંચ લેતી કે આપતી કોઇ પણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૭૧(ખ) મુજબ, એક વર્ષ સુધીની કેદ અથવા બંને શિક્ષાને પાત્ર છે.

વધુમાં, કોઇ પણ ઉમેદવાર કે મતદાર કે અન્ય કોઇ પણ વયક્તિને કોઇ પણ પ્રકારની ઇજા પહોંચાડવાની ધમકી આપતી કોઇપણ વ્યક્તિ, ભારતીય દંડ સંહિતાની કલમ ૧૭૧(ગ) મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા બંને શિક્ષાને પાત્ર છે. લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ નોંધવા તેમજ મતદારોને ધાક-ધમકી આપવામાં સામેલ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે શીધ્ર કાર્ય ટૂકડી (ફ્લાઇંગ સ્કોડ) ઉભી કરવામાં આવી છે.

આથી, તમામ મતદારોને કોઇપણ પ્રકારની લાંચ નહિ લેવા, અને કોઇ પણ વ્યક્તિ લાંચ લેવાનું કહે અથવા લાંચ વિશે કોઇ પણ જાણકારી મળે, અથવા મતદારોને ધાક ધમકી અપાયાના કિસ્સાની જાણ થાય, તો તે અંગે ફરિયાદ મેળવવા માટે ‘ફરિયાદ દેખરેખ નિયંત્રણ એકમ’ શરૂ કરવામાં આવ્યુ છે.

આ ફરિયાદ એકમ ૨૪×૭ કાર્યરત રહેશે. જેના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૨૬૨૬ તથા ૧૯૫૦ છે. જેના મારફત આદર્શ આચાર સંહિતા ભંગ અંગેની જાણ કરવા, ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલ દ્વારા એક અખબારી યાદીથી જણાવાયુ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button