AHAVADANG

ડાંગ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષાધિકારીની કચેરી, દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઈ ખાતે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતના અધ્યક્ષ સ્થાને શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજવામા આવ્યો હતો.

આ પ્રંસગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે જણાવ્યુ હતુ કે, ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમા શિક્ષકોએ શિક્ષણની જ્યોત જગાવી છે. આજે ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમા પ્રગતિ કરી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે ડાંગ જિલ્લાના બાળકો રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જેના માટે શિક્ષકોની અથાગ મહેનત રહેલી છે. એક શિક્ષક હમેંશા માટે શિક્ષક જ રહે છે. જે ક્યારેય નિવૃત થતો નથી. બાળકની કેળવણી શિક્ષક જ કરી શકે છે. ડાંગ જિલ્લાના શિક્ષકો વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરી રહ્યા છે. ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી નિલમબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, શિક્ષક વિદ્યાર્થીઓને સાચી દિશા બતાવી તેઓના વ્યક્તિત્વને વિકસિત કરે છે. શિક્ષક પ્રેરણાનો સાગર છે. જે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વને આકાર આપીને સારા નાગરિકનુ ઘડતર કરે છે.

શિક્ષક દિન નિમિત્તે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઈના આચાર્યશ્રી ડો. બી.એમ.રાઉતે ભારતના રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન પ્રસંગો વર્ણવ્યા હતા.

શિક્ષક દિન નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાએ શ્રી મહેશભાઈ પઢીયાર, શ્રી રમેશભાઈ ચમારભાઈ તેમજ તાલુકા કક્ષાએ શ્રીમતી કલ્પનાબેન માહલા, શ્રીમતી હેતલબેન પટેલ, શ્રી મહેન્દ્રભાઈ ઠાકરે, શ્રી કમલેશભાઈ ચૌધરીને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

તેમજ તાલુકા લેવલના શિક્ષકો,  પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આ ઉંપરાત ‘કોમન એન્ટ્રન્સ ટેસ્ટ’ અને ‘મુખ્યમંત્રી જ્ઞાનસાધના’ મેરીટ સ્કોલરશીપ સ્થાન પામનાર વિદ્યાર્થીઓ તેમજ ડાંગ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ બોર્ડ પરીક્ષા દ્વારા ઝોનવાર પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા

જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વિજયભાઈ દેશમુખે મહેમાનોનુ પ્રાસંગિક સ્વાગત, તેમજ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નરેદ્રભાઈ એચ. ઠાકરેએ કાર્યક્રમની આભારવિધિ આટોપી હતી.

આ પ્રંસગે સામાજિક કાર્યકર શ્રી હીરાભાઈ રાઉત, શ્રી સિદ્ધાર્થભાઈ, માધ્યમિક અને પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રીઓ, સિ.આર.સી, બી.આર.સી, તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button