AHAVADANG

ડાંગ: આહવાના આંગણવાડી કેન્દ્રમા “શ્રી અન્ન “વાનગી સ્પર્ધા યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા “શ્રી અન્ન ” (મિલેટ્સ) વાનગી હરિફાઈ આહવા સેજાના ડુંગરી ફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાઈ હતી.
સામાજિક કાર્યકર શ્રી ગિરીશભાઈ મોદીના અધ્યક્ષતામા યોજાયેલી આ વાનગી સ્પર્ધામા પ્રથમ ક્રમે દેવલપાડાના આંગણવાડી વર્કર અનિતાબેન ચૌધરી, બીજા ક્રમે પટેલપાડા આંગણવાડી વર્કર લતાબેન ગાયકવાડ, અને ત્રીજા ક્રમે પોલીસ લાઈનના આંગણવાડી વર્કર જમનાબેન પવાર વિજેતા બન્યા હતા.

વિજેતાઓને શ્રી ગિરીશભાઈ મોદીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા હતા. તેમજ તમામ આંગણવાડી વર્કર “શ્રી અન્ન” મિલેટ્સ  સ્પર્ધામાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.આ વાનગી સ્પર્ધામા ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. સેવંતીબેન ભોયે, બ્લોક ન્યુટ્રીશન મેનેજર સપનાબેન પવાર, ગ્રામ પંચાયતના સભ્ય યશોમતીબેન ગાવિત, DRDA ના એ.પી.ઓ. વહીવટ જલ્પાબેન સોલંકી, સિનીયર કલાર્ક, પ્રેમલતાબેન યાદવ, ભાવેશભાઈ ગાવિત, શ્યામભાઈ પવાર, રાજેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button