AHAVADANG

ડાંગ દરબાર 2024નાં મેળા માટે પ્લોટના ભાવ વધારવામાં આવતા કલેકટરને રજુઆત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
અગામી 20મી માર્ચનાં રોજ ડાંગ દરબાર 2024 યોજવામાં આવનાર છે.ત્યારે પ્લોટોનાં ભાવમાં વધારો કરી દેવામાં આવેલ છે.જેના કારણે વેપારીઓ ચિંતામાં મુકાયા છે. ત્યારે આ ભાવ ઘટાડો કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.આખા ભારત વર્ષમાં ડાંગનાં રાજાઓ અંગ્રેજો સામે ઝૂકયા વગર ડાંગને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત રાખવામાં સફળ થયા હતા.તેના શિરપાવ રૂપે આઝાદ ભારતનાં માત્ર ડાંગ જિલ્લાના પાંચ રાજવીઓ અને ભાઉબંધુઓને પોલીટીકલ પેન્શન આપવા માટેનો લોકમેળો એવો ડાંગ દરબાર યોજાય છે.જે ડાંગની ભાતિગળ સંસ્કૃતિ ઉજાગર કરવાનું માધ્યમ તેમજ ડાંગના ગૌરવ અને પરંપરાનું પ્રતિક છે.આ મેળો ડાંગના રાજવીઓની આન, બાન, શાનમાં અને ડાંગની પ્રજાના ઉત્સવ તરીકે વર્ષોથી પરંપરાગત રીતે એક જ સ્થળે યોજવામાં અને ઉજવવામાં આવે છે. છે.ત્યારે આ વર્ષે ડાંગ દરબારમાં હંગામી પ્લોટો ફાળવવામાં આવેલ છે. જેમાં દોઢ ગણો ભાવ વધારો કરવામાં આવેલ છે.જે ફક્ત 3-4 દિવસ માટે ફાળવવામાં આવે છે.ગયા વર્ષે 1800 રૂપિયા જેટલો ભાવ હતો પરંતુ આ વર્ષે 4000 રૂપિયા કરી અસહ્ય ભાવ વધારો કરવામાં આવેલ છે.જેના કારણે વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.ત્યારે  ભાવ વધારો પરત ખેંચવામાં આવે અને જે વર્ષોથી હંગામી પ્લોટોની ભાડુ ચાલતુ આવેલ છે.તે  ભાવથી પ્લોટની ફાળવણી કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.તેમજ જો  ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો વેપારીઓ પૈસા ભરશે નહિ અને ડાંગ જીલ્લાના વેપારીઓ દ્વારા ડાંગ દરબારના ઉપલક્ષમાં યોજાનાર ઉદ્ઘાટન સમારંભનો સખત વિરોધ અને બહિષ્કાર કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button