
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લામાં ( પો ) હેવા મિનરલ પાણીની બોટલમાં જીવાત નીકળી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.જેને લઈને સ્થાનિકોએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે પણ અનેક સવાલ ઉઠાવ્યા હતા અને તપાસની માંગ કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ આહવાના આગેવાનો દ્વારા પ્રજાનો પક્ષ લેવાને બદલે ગેરરીતિ આચરનાર મિનરલ વોટર ના સંચાલકો નો પક્ષ લેવામાં સ્થાનિકો માં ભારે રોષ જોવા મળ્યો હતો.ડાંગ જિલ્લામાં પો ( Po )હેવા ( hewa) મિનરલ વોટર નામથી વેચાતી સિલ બંધ પાણીની બોટલમાં શંકાસ્પદ જીવાત દેખાતા ગ્રાહકે વીડિયો વાઇરલ કર્યો હતો.જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ગિયાન ફૂડસ & બેવરેજીસ નામની કંપની જે ચીખલી નજીકમાં આલીપોર નવસારી ખાતે મિનરલ પાણીની બોટલ બનાવવામા છે.જેમાં આ કંપની ની ગાડીઓ ગામે ગામ મિનરલ પાણી કહી ને જીવાતો વાળું પાણી લોકો ને પધરાવી રહ્યા હોય તેવી લોક ચર્ચા ઉઠવા પામી છે.
પો ( Po )હેવા ( hewa) મિનરલ વોટર ના સંચાલકો દ્વારા આ પ્રકારે ગેરરીતી આચરવામાં આવતી હોવાને કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ સંભાવના વધવા પામે છે. કારણ કે જીવાત વાળું પાણી પીવાથી કોલેરા, ડાયરિયા, હિપેટાઇટિસ, ટાઈફોઈડ, પોલિયો અને ડેન્ગ્યુ જેવા રોગોનું જોખમ જોવા મળે છે.ત્યારે કંપની દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતી હોય તેવું ફલિત થઈ રહ્યું છે.ત્યારે પાણીની બોટલમાં જીવાત નીકળી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સોશિયલ મીડિયા પર ફિટકાર વરસાવવામાં આવી હતી. તેમજ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. તેવામાં આહવાના અમુક આગેવાનો દ્વારા પ્રજાનો પક્ષ લેવાને બદલે પાણીની બોટલનાં સંચાલકોનો પક્ષ લેવામાં આવ્યો હતો.તેમજ પાણીની ગુણવત્તા સારી છે તેમ કહી સ્થાનિકોને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.હવે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ મામલે રસ દાખવવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત સામે આવે તેમ છે. જોકે વહીવટી તંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તો આવનાર દિવસોમાં જોવું જ રહ્યુ..








