AHAVADANG

સાપુતારા ધોરીમાર્ગ પર પીકઅપ ચાલકે બાઇક સવારોને અડફેટે લેતા એકનું મોંત,બીજો ગંભીર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાના સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં ચીખલી ગામ નજીક પિકઅપ ગાડીએ બાઈક સવારોને અડફેટમાં લેતા ઘટના સ્થળે એક ઈસમનું મોત નિપજ્યુ.જ્યારે એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા જીવન મરણનાં ઝોલા વચ્ચે સારવાર હેઠળ..

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ડાંગ જિલ્લાનાં વઘઇ તરફથી મહારાષ્ટ્રમાં જઈ રહેલ પિકઅપ ગાડી.ન.એમ.એચ.15.જે.સી.2188 એ સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં ચીખલી ગામ નજીક શિવારીમાળ ગામનાં મજૂરોની સ્પેલન્ડર મોટરસાયકલ. ન.જી.જે.30.બી.6665ને પુરપાટવેગે અડફેટમાં લેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં મોટરસાયકલ પર સવાર માહદયાભાઈ લક્ષયાભાઈ મોહવરીયા ઉ.67 રે.શિવારીમાળ તા.વઘઇ જી.ડાંગને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યુ હતુ.જ્યારે મોટરસાયકલ ચાલક સંજયભાઈ સખારામભાઈ પવારને પગનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેને પ્રથમ 108 એમ્બ્યુલન્સ મારફતે શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.જ્યાં તેની હાલત નાજુક જણાતા વધુ સારવારનાં અર્થે આહવા સિવિલ બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.અહી સ્થળ પર મોટરસાયકલ સવારોને અડફેટમાં લઈ મહારાષ્ટ્રીયન પિકઅપ ચાલક પિકઅપ ગાડી લઈને બારીપાડા થઈ માંળુગા તરફ નાસી છૂટયો હતો.જેની જાણ સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એન.ઝેડ ભોયાને થતા  તેઓએ તુરંત જ મહારાષ્ટ્રને અડીને આવેલ ગુજરાતની માંળુગા ચેકપોસ્ટ એલર્ટ કરી હતી.જે બાદ સાપુતારા પોલીસની ટીમે નાસી છુટેલ ચાલકને પિકઅપ ગાડી સાથે માંળુગા ચેકપોસ્ટ પરથી ઝડપી લઈ તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button