AHAVADANG

ગિરિમથક સાપુતારાનાં ચીફ ઓફિસર ડૉ. ચિંતન વૈષ્ણવની બદલી અટકાવવા ગ્રામજનોનું કલેકટરને આવેદનપત્ર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે આવેલ નોટીફાઈડ એરીયા કચેરીનાં ચીફ ઓફિસર અને ડે. કલેકટર ડૉ ચિંતન વૈષ્ણવની બદલી અટકાવવા માટે ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી…

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ડાંગ જિલ્લાનાં સાપુતારા નવાગામનાં ગ્રામજનોએ ડાંગ કલેક્ટર સહિત જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે આવેલ નોટીફાઇડ એરીયા કચેરીમાં કાયમી ચીફ ઓફિસર અને ડે. કલેકટર તરીકે ફરજ બજાવતા ડૉ.ચિંતન વૈષ્ણવની રાજ્ય સરકાર દ્વારા અચાનક જ બદલી કરવામાં આવતા સાપુતારા સહીત નવાગામનાં ગ્રામજનોમાં દુ:ખદ લાગણી ફેલાઈ જવા પામી છે.તથા સરકાર પર ફીટકાર વરસાવવામાં આવી રહ્યો છે.ઘણા વર્ષો બાદ ગિરિમથક સાપુતારાની નોટીફાઇડ એરીયા કચેરીમાં કાયમી ચીફ ઓફિસર મળ્યા હતા.હાલમાં ચીફ ઓફીસર તરીકે ફરજ બજાવતા ડૉ ચિંતન વૈષ્ણવની અચાનક જ બદલી થતા સાપુતારાનાં ગ્રામજનો પર સંકટનાં વાદળ ઘેરાયા હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે.ચીફ ઓફીસર ડો. ચિંતન વૈષ્ણવે ટુંક જ સમયમાં સાપુતારાનાં  ગ્રામજનો,હોટલોનાં માલિકો, નાના મોટા ધંધાર્થીઓ, ઇજારદારોને સારા માર્ગદર્શન સાથે સાપુતારાનાં વિકાસનાં કામ સાથે ટુંક સમયમાં ઘણા કામો હાથ ધર્યા હતા.ત્યારે તેમની બદલી થતા પ્રવાસન સ્થળ અને નવાગામનો વિકાસ અટકી જશે તેવો ભય ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે.તેમજ સાપુતારાએ ગુજરાત રાજ્યનું એકમાત્ર ગિરિમથક (હવાખાવાનું) સ્થળ હોવાથી અહી દેશ વિદેશમાંથી પ્રવાસીઓ પ્રવાસ અર્થે આવતા હોય છે.વર્ષો પહેલા નવાગામનાં આદિવાસીઓની જમીન સાપુતારાનાં વિકાસ માટે લીધી હતી.એવા વિસ્થાપીત કુટુંબોને સાથે રાખી સ્વરોજગારી પુરી પાડવાની, યુવાનો તથા ગ્રામજનોના વડીલોના વિકાસ માટે મદદગાર તરીકે કામ કરીને ચીફ ઓફીસર ડૉ ચિંતન વૈષ્ણવે સરાહનીય કામગીરી કરી છે.ત્યારે તેમની આ કામગીરીને ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવી રહી છે.આવા બાહોશ અધિકારી 10 થી 12 વર્ષ પછી સાપુતારાને મળ્યા છે.ગામના વિકાસશીલ કામ તથા ઘણા વર્ષોથી બંધ કામો પણ આ અધિકારી દ્વારા જીવંત કરવામાં આવ્યા હતા.આ પ્રકારે અધિકારી દ્વારા અનેક પ્રાથમિક સુવિધાઓ તથા વિકાસના કામો કર્યા હતા. જેના કારણે તેમણે સ્થાનિકોના હૃદયમાં એક આગવી ઓળખ બનાવી લીધી હોય તેવું જોવા મળી રહ્યું છે.ત્યારે સાપુતારા અને નવાગામના વિકાસના કામોને વધુ વેગ મળે તેવા હેતુથી ડો. ચિંતન વૈષ્ણવની બદલી ન કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનો એ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને સંબોધતું આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.તેમજ ગ્રામજનોને દિશા સૂચન આપનાર એવા અધિકારી ડો. ચિંતન વૈષ્ણવની બદલીના ઓર્ડર કેન્સલ કરી પાછા નોટિફાઇડ એરીયા કચેરી સાપુતારા ખાતે ચીફ ઓફિસર અને ડે. કલેકટર તરીકે નિમણૂક  કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.વધુમાં સાપુતારા ચીફ ઓફિસર તથા ડે. કલેકટર ડૉ ચિંતન વૈષ્ણવની બદલી જો મોકુફ રાખવામાં ન આવે તો નવાગામ તથા સાપુતારાના ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે અને અગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એવી ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે.હવે રાજ્ય સરકાર દ્વારા અધિકારીની બદલી કરવામાં આવશે કે પછી ગ્રામજનોની લાગણીને માન આપવામાં આવશે તે તો આવનાર સમયમાં જોવુ જ રહ્યુ..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button