
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
મકરસંક્રાંતિના પાવન પર્વે દાન આપવાની મહિમા છે.ડાંગ જિલ્લાનાં લોકો દર વર્ષે દાન કરે છે.
ડાંગ જિલ્લામાં વઘઇના અંબામાતા મંદિરે “અન્નદાન મહાદાન” કાર્યક્રમમાં એક મુઠ્ઠીભર દાન પણ સ્વીકાર્યના પોસ્ટર સાથે ડો. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રષ્ટનાં સેવાધામ અને ડો. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ.દ્વારા અન્નદાન મહાદાન અને નિધિ સંગ્રહ કરવામાં આવ્યો હતો જેઓ જનજાતિ સમાજ માટે ઉપયોગી સેવાધામ આહવામાં ભણતા વિધાર્થીઓ જેવો ડ્રોપઆઉટ, પરિસ્થિતિ નથી તેમણે સેવાધામમા રાખવામાં આવે, સંસ્કારકેન્દ્ર, ખેલકૂદ કેન્દ્ર, છે,ખેડૂતો માટે,મહિલા શસક્તિરકણ,આયુર્વેદિક પેટી,મેડીકલ કેમ્પ આવી અન્ય સેવા પૂરી પાડે છે જનજાતિ વિસ્તારમાં વર્ષોથી એવા સેવાકીય ઉમદાકાર્ય કરતી સેવાધામ સંસ્થાનાં કાર્યકતાઓ,સેવાભાવી સંસ્થાનાં સ્વયંસેવકોએ વઘઇ ખાતે સ્ટોલ મૂકી અન્નદાન સ્ટોલ સવારથી ખુલ્લો મૂક્યો હતો જેમાં વઘઇ ગામ રહીશો સહિત આજુબાજુ ગામનાં સામાન્ય પરિવાર લોકો પણ પોતાની શક્તિ પ્રમાણે ઇચ્છાનુશાર મકરસક્રાંતિ ના દિવસે ગોળ તલ ચોખા ઘઉં તેલ દાળ સહિતની અન્ય ખાદ્ય સામગ્રીઓ આપી મકર સંક્રાંતિમાં અન્નદાન કાર્યક્રમમાં અન્નનું દાન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે આયોજકો દ્વારા અન્નદાન કરનાર તેમજ સેવાકામમાં જોડાયેલા તમામ સ્વયં સેવકોનો આભાર માન્યો હતો





