AHAVADANG

ડાંગ જિલ્લાના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી/કર્મચારીઓને હેડ ક્વાર્ટર નહિ છોડવાની તાકીદ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

હવામાન વિભાગની તા.૩૧ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક
હવામાન વિભાગની આગાહી મુજબ તા.૨૭/૭/૨૦૨૩ થી તા.૩૧/૭/૨૦૨૩ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીને અનુલક્ષીને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે.

જિલ્લાની ડિઝાસ્ટર શાખા દ્વારા તમામ લાયઝન અધિકારીઓ, તેમજ તમામ લાઇન ડીપાર્ટમેન્ટના અધિકારીઓને ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે, ફરજિયાત હેડ ક્વાર્ટર પર હાજર રહેવાની તાકીદ કરવામાં આવી છે. આ સાથે સંબંધિત વિભાગના અધિકારીઓ સહિત તેમના તાબા હેઠળના તમામ અધિકારી, કર્મચારીઓને પણ હેડ ક્વાર્ટરમા હાજર રાખવા, તથા કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહી, કોઇ પણ અનિચ્છનીય પરિસ્થિતનું નિર્માણ થાય તેવા સમયે તાત્કાલિક પહોંચી વળવા માટે આગોતરુ આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલ સતત સતર્કતા સાથે, ડાંગ જિલ્લાની સમગ્રતયા પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે. સાથે હેઠવાસના જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે પણ સંપર્ક સેતુ જળવાઈ રહે તેવા પ્રયાસો હાથ ધરાયા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button