
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
સરકારી જિલ્લા પુસ્તકાલય-આહવા દ્વારા પ્રતિ વર્ષ શહિદ દિવસની ઉજવણી કરવામા આવે છે. જેના ભાગરૂપે તા.૩૦ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ વિવિધ પ્રકારના પુસ્તકો જેમાં મહાત્માં ગાંધી સાહિત્ય, આઝાદીનું સાહિત્ય, સ્પર્ધાત્મક સાહિત્યને લગતા પુસ્તકોનુ પ્રદર્શન સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે યોજવામા આવ્યુ હતુ.
આ પ્રંસગે જિલ્લા રમત ગમત કચેરી, પુસ્તકાલયના તમામ કર્મચારીઓ, અને નેહરૂ યુવા કેન્દ્ર આહવાના કર્મચારીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શહિદ દિવસ નિમીત્તે માર્ગદર્શન પુરુ પાડવામા આવ્યુ હતુ.
આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પુસ્તકાલયના ગ્રંથપાલ શ્રી દયારામ લાડ દ્વારા વિર્ધાર્થીને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.
[wptube id="1252022"]








