
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં ગલકુંડ રેંજમાં જંગલમાં લાકડા તોડવાની બબાલમાં બે ફોરેસ્ટ કર્મીઓએ એક ઈસમને માર મારતા તેઓ સામે ગુનો નોંધાયો..
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ બિલમાળ ગામનાં રમેશભાઈ તુળુભાઈ ભોયે તથા યશવંતભાઈ,ગણપતભાઈ પવાર,મહેશભાઈ યશવંતભાઈ ભોયે,અક્ષય યશવંત ભોયે,તથા સોનયાભાઈ ભોયેનાઓ સાથે બે દિવસ પૂર્વે ભાઈનાં પજારીનાં લાકડા લેવા માટે બે બળદ ગાડા લઈ ગલકુંડ રેંજનાં જંગલ વિસ્તારમાં ગયા હતા.અને તેઓએ પહેલાથી જ કાપી મુકેલ 05 નંગને બળદગાડામાં ભરી લઈ આવતા હતા તે વેળાએ ગલકુંડ રેંજનાં વનકર્મીઓ આવી ગયા હતા.અને અમોને લાકડા સાથે પકડી પાડી બોરખલ રેસ્ટ હાઉસ પાસે લઈ ગયા હતા.જ્યાં વનકર્મીઓમાં સુનિલભાઈ ગામીત અને વિરલભાઈ રાણાએ મને તથા મારી સાથેનાં ગણપતભાઈ કાશીરામને લાકડી વડે ઢોર માર્યો હતો.બાદમાં અમારા પર કાયદેસરની કાર્યવાહી કરી જામીન આપી છોડી દીધા હતા.અહી ગલકુંડ રેંજનાં વનકર્મીઓની ટીમે લાકડાની તસ્કરી કરનાર ઈસમોને ઢોર મોર મારતા તેઓને સારવાર માટે શામગહાન બાદ આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.અહી ગલકુંડ રેંજનાં બે કર્મીઓએ બિલમાળનાં રમેશભાઈ તુળુભાઈ ભોયે સહિતનાઓને માર મારતા તેઓએ આ બન્ને વનકર્મીઓ વિરુદ્ધ આહવા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા આહવા પોલીસ મથકનાં પી.એસ.આઈ એ.એચ.પટેલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








