AHAVADANG

ડાંગ: ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરીની બેઠકમાં નાની ઉમરે બાળ લગ્નો તેમજ પ્રિમેચ્યોર ડિલેવરી અટકાવવા ભાર મુકાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લા આરોગ્ય કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ PC & PNDT Act-1994 અંતર્ગત શ્રીમતી સુનિતાબેન બાગુલ અધ્યક્ષશ્રી, નારી અદાલત આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લા ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરી કમિટીની બેઠક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ચેમ્બરમા યોજવામા આવી હતી.The PC & PNDT Act અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની પુન: રચના કરવા માટે શ્રી ગાંડાભાઇ નાયકના બદલે નવા સભ્યો ડો.એ.જી.પટેલ ચૈરમેનશ્રી-IMA તથા આગાખાન સંસ્થાના એરીયા મેનેજરશ્રીનો ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીમા સમાવેશ કરાયો છે. સાથે કમિટીના ચેરમેન તરીકે શ્રીમતી સુનિતાબેન બાગુલને (અધ્યક્ષ નારી અદાલત, એડવોકેટ) ફરીથી જિલ્લા ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરી કમિટીના અધ્યક્ષ બનવા માટે સર્વે કમિટી સભ્યોએ સહમતી દર્શાવી હતી.

આ મિટીંગમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામિત દ્વારા Surrogacy Act-2021 અંગેની ચર્ચા કરી સર્વે કમિટીના સભ્યોને Surrogacy Act-2021 અંગેની વિસ્તૃત સમજ આપી હતી. Surrogacy Act-2021 માટે ડાંગની ” જિલ્લા મેડીકલ બોર્ડ”ની રચના કરવામા આવેલ છે.

District Appropriate Authority PC PNDT ACTના ખાતામા જમા થયેલ ફિ ની રકમ માથી “બેટી-બચાઓ-બેટી પઢાવો” માટે, તાલુકામા જાતિ પ્રમાણ ઓછુ હોય ત્યા IEC કરવા અંગેની ચર્ચા કરવામા આવી હતી.

ડાંગ જિલ્લામા નાની ઉમરે લગ્ન થવાથી પ્રિમેચ્યોર ડિલેવરી વધુ પ્રમાણમા જોવા મળે છે. જે બાબતે જિલ્લાના દરેક ગામોમા સરપંચ તેમજ પાટીલને બાળ લગ્નો અટકાવવા તેમજ લોકોને જાગૃત કરવા અંગે પણ ડો.હિમાંશુ ગામિતે જણાવ્યુ હતુ.

આ બેઠકમા વઘઇ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.સ્વાતિ પવાર, IMA ચેરમેનશ્રી ડો.એ.જી.પટેલ, સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓશ્રી ડો. રિતેશ ભ્રમભટ્ટ, પેથોલોજીસ્ટ શ્રીમતી ડો. જ્યોતિ વસાવા, મેનેજર પ્રોગ્રામ આગાખાન સંસ્થા શ્રીમતી અંજલી ગામીત, બાળરોગ નિષ્ણાંત શ્રી ડો. ભાવિન એસ. પટેલ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ શ્રી ઉમાકાન્તભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button