
તા.૨૫/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં હાલ ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાન અંતર્ગત સઘન સફાઈ અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત વિવિધ તાલુકાના જુદા જુદા ગામોમાં રહેલા ડાર્ક સ્પોટ એટલે કે ઉકરડા શોધીને તેને આગામી એક સપ્તાહમાં દૂર કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેને અનુસંધાને ગોંડલ શહેર, વિંજીવાડ અને દેવડા વગેરે ગામોમાં ડાર્ક સ્પોટ ઓળખી તેને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

જયારે જેતપુર તાલુકાના વીરપુર અને મેવાસા તથા વિંછીયાના વિવિધ ગ્રામ વિસ્તારોમાં સઘન સ્વચ્છતા અભિયાન ચલાવી શેરી – ગલીઓમાં સફાઈ કાર્ય હાથ ધરાયું હતું,આ સાથે જ પડધરીના બાઘી ગામે ઝાડી ઝાખરામાં અટવાઈ ગયેલ પ્લાસ્ટિકને દૂર કરી સ્વચ્છતા અભિયાન સાથે પર્યાવરણને પ્લાસ્ટિકમુક્ત કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી તેમ તાલુકા વિકાસ અધિકારીશ્રી ગોંડલ, જેતપુર, વિંછીયા અને પડધરીની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.









