
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવાનાં બોરખેત ગામનાં જાહેર રોડ પર પોલીસ કર્મચારીએ એસ.ટી. બસને રોકી ડ્રાઇવરને માર માર્યો હતો, તેમજ એસ.ટી.બસની મહિલા કંડકટર સાથે અસભ્ય વર્તન કર્યું હતુ.જેથી પોલીસ કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી…
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આશિષ બાલુભાઈ પોતાની કાર રજી. નં. GJ-14-AP-0835 ને બોરખેત ગામના રોડ પર હંકારી લાવ્યા હતા.અને સરકારી એસ.ટી. બસ નં.GJ-18-Z-2686ને ઓવરટેક કરી બસની આગળ આવી અચાનક બ્રેક મારી એસ.ટી. બસને ગેરકાયદેસર અવરોધ ઉભો કર્યો હતો.અને રોડની વચ્ચોવચ પોતાની ગાડી ઉભી રાખી દીધી હતી.આ પોલીસ કર્મચારીએ બસના ડ્રાઇવરની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી.બાદમાં એસટી બસ ડ્રાઇવર પર અચાનક હુમલો કરી માર માર્યો હતો અને મહિલા કંડકટરને અપશબ્દ બોલીને ધક્કો મારી હુમલો કરવાની કોશીશ કરી છેડતી કરવાના ઇરાદાથી અસભ્ય વર્તન કર્યું હતુ.આ સમગ્ર મામલાને લઈને ફરિયાદી મહિલા કંડકટર કોમલબેન પટેલે આહવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આહવા પોલીસ મથકનાં પી.એસ.આઈ.કે.કે.ચૌધરીએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…