
તા.૧/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Virpur: 31 ડિસેમ્બરને લઈને સમગ્ર ગુજરાત સહિત રાજકોટ જિલ્લા પોલીસ એક્સન મોડમાં આવી ગઈ છે અને જિલ્લાની તમામ સરહદ ઉપર કડક ચેકીંગ શરૂ કરવામાં આવી રહ્યું છે, ત્યારે યાત્રાધામ વીરપુર પોલીસે હાઇવે પર કાગવડ ચોકડી તેમજ પીઠડીયા ટોલ પ્લાઝાએ રાત્રીના સમયે દારૂને લઈને પણ કડક ચેકીંગ હાથ ધર્યું હતું,યાત્રાધામ વીરપુરના પ્રવેશ દ્વાર તેમજ વીરપુર શહેરમાં પોલીસે કડક ચેકીંગ શરૂ કર્યુ હતું

જેમાં હાઇવે પરથી વીરપુરમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકીંગ કરી અને બહારથી વીરપુર આવતા લોકોનું બ્રેથ એનેલાઇઝર દ્વારા પણ ચેકીંગ કરવામાં આવ્યુ હતું કે કોઈ દારૂ પીને અંદર નથી આવતું ને સાથે કોઈ વાહનોમાં 31st ની પાર્ટી માટે દારૂની હેરેફેરીતો નથી કરવામાં આવી રહી ને, 31st ડિસેમ્બરને લઈને રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે પીએસઆઈ એમ.જે.પરમાર સહિત સ્ટાફની અલગ અલગ ટિમો પણ બનાવવામાં આવી હતી અને વીરપુર ટાઉન સહિત 15 જેટલા ગામોમાં કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.









