
રિપોર્ટર…..
અમિન કોઠારી
સંતરામપુર
૪૦૦૦ કિમીની સાઈકલ યાત્રાના સંકલ્પ સાથે નીકળેલો યુવાન ખાનપુર તાલુકામાં પહોંચ્યો

૪૦૦૦ કિમીની સાઈકલ યાત્રાના સંકલ્પ સાથે નીકળેલો યુવાન મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં પહોંચ્યો.
સ્ત્રી સન્માનની ભાવના સાથે સાઈકલ યાત્રા “કદમ હો અસ્થિર તેને રસ્તો પણ જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી”
અને આવા અડગ સંકલ્પ સાથે દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામકલ્યાણપૂરથી સંપૂર્ણ ગુજરાત સાઈકલ યાત્રાએ નીકળેલો યુવાન મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકામાં આવી પહોંચ્યો હતો.
અમીત કણજારીયા નામના આ યુવાન પ્રકૃતિનો અનુભવ અને સ્ત્રીઓને સન્માન આપો તે ઉદ્દેશ સાથે અંદાજે ૪૦૦૦ કિ.મીની સાઈકલ યાત્રા કરી રહ્યો છે ત્યારે આ ઉમદા ઉદ્દેશને પ્રસરાવવાની સાથે સાથે મક્કમ મનોબળનો યુવાન સંકલ્પ સાથે નીકળે તો કઠીન માર્ગમાં પણ રસ્તો બનાવી લે છે તે ઉક્તિને સાર્થક કરી રહ્યો છે.








