AHAVADANG

ડાંગ: વઘઇનાં ચીકારથી કોશમાળ ગામ સુધીના માર્ગના નવીનીકરણ કામમાં ભય વગરનો ભષ્ટાચાર: તપાસના આદેશ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ચીકારથી કોશમાળ ગામ સુધી નિર્માણ પામી રહેલ 14 કિમીનાં ડામર સપાટીનાં માર્ગમાં નકરી વેઠ ઉતારતા સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ એળે ગઈપ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં વનબંધુઓને પાયાની સુવિધાઓ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા ડામર સપાટીનાં માર્ગો,નાળા,કોઝવે,માર્ગનાં સાઈડની સંરક્ષણ દીવાલો,મોટા બ્રિજ સહિત રિપેરિંગનાં વિકાસકીય કામો માટે વર્ષ દહાડે કરોડો રૂપિયાની માતબર ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે.પરંતુ વર્ષોથી રેઢિયાળ વહીવટમાં રચ્યુ પચ્યુ અને ભ્રષ્ટાચારનાં ભોરીંગની ગંગાનાં ઉપનામથી પ્રખ્યાત ડાંગ જિલ્લા પંચાયતનાં બાંધકામ વિભાગનાં પદાધિકારીઓ અને અધિકારીઓનાં પાપે છેવાડેનાં જિલ્લાનો વિકાસ છેવાડે જ રહી જવા પામ્યો છે. ડાંગ જિલ્લામાં વિકાસકીય યોજનાઓ ક્યાંક કાગળ પર તો ક્યાંક અધૂરી તો ક્યાંક તકલાદી નિર્માણ થતા વ્યાપક ભ્રષ્ટાચારની બુ ઉઠવા પામી છે.ડાંગ જિલ્લા પંચાયત હસ્તકનાં બાંધકામ વિભાગમાં ભ્રષ્ટાચાર એટલે હદે વધી ગયો છે કે વિકાસકીય યોજનાઓનો સત્યાનાશ વળી જવા પામ્યો છે. જેનું તાજુ ઉદાહરણ ડાંગ જિલ્લાનાં ચીકારથી કોશમાળનાં માર્ગમાં જોવા મળી રહે છે.ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ચીકાર ગામથી ધોધલપાડા થઈ કોશમાળ ગામને જોડતો અંદાજીત 14 કિલોમીટરનો માર્ગ અગાઉ ખખડધજ હાલતમાં હોય જેથી લોકોને ભારે તકલીફો વેઠવાની નોબત ઉભી થઇ હતી.તેવામાં રાજય સરકાર દ્વારા આ માર્ગને એમ.એમ.જી.એસ.વાય યોજના હેઠળ સાંકળી લઈ તેના નવીનીકરણ માટે અંદાજીત 3 કરોડની ગ્રાન્ટ ફાળવી ઇજારો શ્રીજી કન્સ્ટ્રક્શન નામની એજન્સીને સોંપ્યો છે.ડાંગ જિલ્લા પંચાયતનાં બાંધકામ વિભાગ હસ્તકનાં ચીકારથી કોશમાળને જોડતા 14 કિલોમીટરનાં માર્ગમાં હાલમાં ડામર સપાટીનાં નિર્માણની કામગીરી ચાલી રહી છે.જે ડામર સપાટી નિર્માણનાં બે લેયરનાં કામગીરીમાં શ્રીજી કન્સ્ટ્રકશન દ્વારા તકલાદી સામાન વાપરી ભય વગરનો ભ્રષ્ટાચાર આચરતા સરકારનાં કરોડોની ગ્રાન્ટ એળે જવા પામી છે.આ ડામર સપાટીનાં નિર્માણની કામગીરીમાં ઇજારદાર દ્વારા હલકી કક્ષાનું ડામર વાપર્યું હોય જે ઠેરઠેર ઉખડી જવા પામ્યુ છે.જયારે માર્ગમાં અમુક જગ્યાએ સબ બેઇઝ ડબ્લ્યુ એમ.એમ 150ની જાડાઈમાં કરવાની હોય તેમાં પણ નકરી વેઠ ઉતારવામાં આવી છે.વધુમાં અધિકારીઓ અને ઇજારદારની મિલીભગતમાં ડામરકામ બી.બી.સી.37.50 મિમી જાડાઈમાં તથા ટેક કોટ 2.50 કિલો/10 ચો.મીટર તેમજ બી.એમ.50 મિમી જાડાઈમાં સિલકોટ 0.18 ઘનમીટર/10 ચોરસમીટરનાં માપમાં કરવાનું થાય છે તેમાં પણ નકરી વેઠ ઉતારી છે.ડાંગ જિલ્લાનાં ચીકારથી કોશમાળને જોડતા 14 કિલોમીટરનાં માર્ગમાં ઇજારદાર દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર જ આચરતા આ માર્ગ પ્રથમ ચોમાસાની ઋતુમાં જ ધોવાઈ જશેની દહેશત ઉઠી છે.આ માર્ગની નિર્માણની કામગીરીમાં જવાબદાર અધિકારીઓએ પણ યોગ્ય સુપરવિઝન ન કરતા ઇજારદારને ભ્રષ્ટાચારનું મોકળુ મેદાન મળી ગયુ છે.ત્યારે આ ચીકારથી કોશમાળ સુધીનાં ડામર સપાટીમાં નવીનીકરણ થઈ રહેલ માર્ગનાં ભ્રષ્ટાચાર મુદ્દે જવાબદાર એજન્સી અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.

બોક્ષ-(1)મુકેશભાઈ પટેલ-નાયબ કાર્યપાલક ઈજનેર-ડાંગ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ-વઘઇ. આ બાબતે ડાંગ જિલ્લા પંચાયતનાં બાંધકામ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર મુકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ ચીકારથી કોશમાળ ગામ સુધીનાં ડામર સપાટીમાં નવીનીકરણ થઈ રહેલ માર્ગની તુરંત જ મુલાકાત લઈ તપાસનાં આદેશો આપુ છું..

[wptube id="1252022"]
Back to top button