વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાના કાકરદા ગામ ખાતે રહેતી ૨૪ વર્ષીય કુંવારી યુવતી પ્રેમ સંબધમાં ગર્ભવતી થઈ ગઈ હતી.ત્યારે કુંવારી ગર્ભવતી થઈ જતા સમાજના બદનામીના ડરથી ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો.જેને લઇને પરિણીત પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાના કાકરદા ગામ ખાતે રહેતી રાહેલબેન વાળલ્યા ગાવિત (ઉ. વ. આ.૨૪) આશરે ત્રણેક મહિના પહેલા બીલીમોરા ખાતે કડિયા કામ કરવા માટે ગયા હતા.ત્યાં તેમના ગામના જીતેશભાઈ નાનુભાઈ ચૌધરી પોતે પરણીત હોવા છતા યુવતી
સાથે પ્રેમ સંબધમાં હતા.આ પ્રેમ સંબંધમાં યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. ત્યારે યુવતીએ સમાજના બદનામીના ડરથી ઘરમાં પડેલ જીવાત મારવાની કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ત્યારે એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ રસ્તામાં જ તેણીનું મોત નીપજ્યું હતુ.પરિણીત યુવકે પ્રેમ સંબંધ બાંધી પ્રેમ જાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.અને આખરે યુવતીએ આપઘાત કરવો પડ્યો હતો.ત્યારે આપઘાતને દુષ્પ્રેરણા આપવા બદલ યુવતી ના પિતાએ જીતેશભાઈ નાનુભાઈ ચૌધરી વિરુદ્ધ વઘઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.હાલમાં વઘઈ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..








