
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સુરત દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણની માળખાકીય અને પાયાની સુવિધાઓ પુરી પડાઈ રહી છે.ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ઝાવડા ગામે વનવાસી વિકાસ મંડળ વઘઇ સંચાલિત તથા એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સુરત દ્વારા નવી નિર્માણ થનાર માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત મહારાજ જયભાઈ વ્યાસ બુહારી વાલા તથા એથર ઇન્ડસ્ટ્રીઝના દિપકભાઇ મહેતા તથા તેમના ધર્મપત્ની વૈશાલી બેન મહેતાના હસ્તે કરાયુ હતુ. આ પ્રસંગે વનવાસી વિકાસ મંડળ વઘઇ ડાંગના ટ્રસ્ટી ગોવિંદભાઈ પટેલ, નગીનભાઈ ચૌધરી તથા મંડળના પ્રમુખ મહેરનોશ ભાઈ મિરઝા, મંત્રી કલ્પેશભાઈ પટેલ સહિત આશ્રમોના આચાર્યો, હાઈસ્કુલના આચાર્યો,શિક્ષકો, છાત્રાલયોના ગૃહપતિ,વિધાર્થીઓ, કોન્ટ્રાક્ટરો સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ ખાતમુહૂર્ત પ્રસંગે એથર ઇન્ડસ્ટ્રીઝના દિપકભાઇ મહેતાએ શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતુ.તથા સરસ્વતીના પાવન મંદિરમાં ખુબ સારી સવલતો મળે તે માટેના તમામ પ્રયત્નોની ચર્ચા કરી હતી..





