BANASKANTHAPALANPUR

એમ.બી.કર્ણાવત હાઈસ્કૂલ કેમ્પસમાં યોગ દિનની ભવ્ય ઉજવણી

24 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી એમ. બી. કર્ણાવત હાઈસ્કૂલ, પાલનપુરના પ્રાગણમાં ગુજરાતી અને અંગ્રેજી મીડીયમ ના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, એમ બધાજ વિભાગના કુલ 2500 થી વધારે બાળકોએ યોગદિનની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ ઉજવણીના કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી , તમામવિભાગનાઆચાર્યશ્રીઓ,સુપરવાઇઝરશ્રી,સ્ટાફગણ પી. ઈ. શિક્ષકશ્રીઓ , સંગીત શિક્ષકશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શાળાના પી. ઈ. શિક્ષકશ્રી તેજસભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સંગીત શિક્ષકશ્રીઓ દ્વારા કાર્યક્રમને તાલબધ્ધ કરવામાં આવ્યો હતો. યોગનું ડેમોસ્ટ્રેશન શાળાના લીડર બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન પ્રવાહના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકશ્રી સમીરભાઈ દરજી દ્વારા એક મિનિટમાં છ સૂર્ય નમસ્કાર કરીને બાળકોને બતાવવામાં આવ્યા હતા. પ્રતિજ્ઞા શાળાના પી.ઈ. શિક્ષિકા મેડમ શ્રીમતી અલ્પાબેન પટેલ દ્વારા રજુ કરવામાં આવી હતી.યોગનું જીવનમાં મહત્વ આપતો સંદેશ સંસ્થાના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ કર્ણાવત સાહેબ દ્વારા આપવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button